સિંધુ ખીણની સંસ્કૃતિ (IVC): લક્ષણો, તબક્કાઓ અને મહત્વપૂર્ણ સાઇટ્સ

સિંધુ ખીણની સંસ્કૃતિ (IVC): લક્ષણો, તબક્કાઓ અને મહત્વપૂર્ણ સાઇટ્સ

     

સિંધુ ખીણની સંસ્કૃતિ (IVC) એ વિશ્વની સૌથી પ્રાચીન શહેરી સંસ્કૃતિઓમાંની એક હતી, જે 2500 બીસીઇની આસપાસ વિકસતી હતી જે હવે પાકિસ્તાન અને ઉત્તર પશ્ચિમ ભારતનું નિર્માણ કરે છે. તેનું મહત્વ તેના અદ્યતન શહેર આયોજન, સ્થાપત્ય અને સામાજિક સંગઠનમાં રહેલું છે, જેણે ભવિષ્યની સંસ્કૃતિનો પાયો નાખ્યો છે.

Table of Contents

સિંધુ ખીણની સંસ્કૃતિ (IVC) વિશે. 1

સિંધુ ખીણની સંસ્કૃતિની શોધ (IVC) 2

સિંધુ ખીણની સંસ્કૃતિનો ભૌગોલિક વિસ્તાર 2

સિંધુ ખીણની સંસ્કૃતિના તબક્કાઓ.. 2

સિંધુ ખીણની સંસ્કૃતિની વિશેષતાઓ (IVC) 4

સિંધુ ખીણની સંસ્કૃતિના મહત્વના સ્થળો (IVC) 4

સિંધુ ખીણની સંસ્કૃતિનું પતન. 5

નિષ્કર્ષ. 6

 

સિંધુ ખીણની સંસ્કૃતિ (IVC) વિશે

  • ત્રીજી સહસ્ત્રાબ્દી બીસીઇના મધ્યમાં સિંધુ અથવા હડપ્પન સંસ્કૃતિ (લગભગ 2750-1750 બીસીઇ) તરીકે ઓળખાતી શહેરી સંસ્કૃતિનો ઉદય થયો.
  • સિંધુ ખીણની સંસ્કૃતિ (IVC) ને હડપ્પન / હડપ્પા કહેવામાં આવે છે કારણ કે, તે પાકિસ્તાનના પશ્ચિમ પંજાબ પ્રાંતોમાં સ્થિત હડપ્પાના આધુનિક સ્થળ પર 1921 માં પ્રથમ વખત મળી આવ્યું હતું.
  • ભારતીય પુરાતત્વવિદો દયા રામ સાહની અને રખાલદાસ બેનરજીએ અનુક્રમે 1921 અને 1922માં હડપ્પા (રાવી નદી પર) અને મોહેં-જો-દરો અથવા 'માઉન્ડ ઓફ ધ ડેડ' (મૃતકોનો ટીંબો) [સિંધુ નદી (ઇન્ડસ) પર] ના શહેરોની શોધ કરી હતી.

સિંધુ ખીણની સંસ્કૃતિની શોધ (IVC)

સિંધુ ખીણની સંસ્કૃતિ (IVC) ની શોધ નીચે મુજબ છે:

  • ભારતીય પુરાતત્વવિદો દયા રામ સાહની અને રખાલદાસ બેનરજીએ અનુક્રમે 1921 અને 1922માં હડપ્પા (રાવી પર) અને મોહેંજો-દરો અથવા 'માઉન્ડ ઓફ ધ ડેડ' (સિંધુ પર) ના શહેરોની શોધ કરી હતી.
  • 1924 માં, જ્હોન માર્શલે આ પુરાતત્વીય તારણોના મહત્વને માન્યતા આપી. ત્યારપછીના ખોદકામમાં ભારતના ભૂતકાળનો એક ટુકડો બહાર આવ્યો, જે મેસોપોટેમિયા અને ઇજિપ્તની જેમ પ્રાચીન હોઈ શકે તેવી સંસ્કૃતિને ઉજાગર કરે છે.
  • હડપ્પા સંસ્કૃતિની ઉત્પત્તિ અંગે, કેટલાક વિદ્વાનોએ સિંધુ ખીણની સંસ્કૃતિ (IVC) સંબંધિત વિવિધ સિદ્ધાંતો રજૂ કર્યા છે:
    • ઈ.જે.એચ.મેકે નાં મતાનુસાર, સંસ્કૃતિની ઉત્પત્તિ સુમેર (દક્ષિણ મેસોપોટેમીયા) ના લોકોના સ્થળાંતરને આભારી છે.
    • ડી.એચ. ગોર્ડન અને માર્ટિન વ્હીલર માનતા હતા કે, તે પશ્ચિમ એશિયામાંથી સ્થળાંતરનું પરિણામ છે.
    • અમલાનંદ ઘોષે સૂચવ્યું કે હડપ્પા સંસ્કૃતિનો વિકાસ પૂર્વ-અસ્તિત્વમાં રહેલી સંસ્કૃતિમાંથી થયો છે.

સિંધુ ખીણની સંસ્કૃતિનો ભૌગોલિક વિસ્તાર

સિંધુ ખીણની સંસ્કૃતિ (IVC) ની ભૌગોલિક હદ નીચે મુજબ છે:

  • સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર હાલના પાકિસ્તાન અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં હતું.
    • આ સંસ્કૃતિ મધ્ય વિસ્તારમાંથી બધી દિશામાં (કેન્દ્રથી પરિઘવર્તી) વિસ્તરી હતી.
  • સામાન્ય રીતે ઈતિહાસકારો એવું માને છે કે હડપ્પા, ઘગ્ગર અને મોહેંજો-દરો અક્ષ સંસ્કૃતિના મુખ્ય પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે, કારણ કે આ વિસ્તારની મોટાભાગની વસાહતો નોંધપાત્ર સમાનતા દર્શાવે છે.
    • આ ત્રણ સ્થળો દ્વારા કાલ્પનિક ત્રિકોણ બને છે જે લગભગ 12,99,600 ચોરસ કિલોમીટરનો વિશાળ વિસ્તાર આવરી લે છે.
  • સુરકોટડા અને સુતકાગેન-ડોર, ડુંગરાળ બલુચિસ્તાન પ્રદેશમાં મકરાન કિનારો, એ આ સંસ્કૃતિની પશ્ચિમી સરહદોને ચિહ્નિત કરે છે.
  • બરગાંવ, માનપુર અને આલમગીરપુર ઉત્તર પ્રદેશના ગંગા-યમુના દોઆબમાં પૂર્વીય સરહદોનું પ્રતિનિધિત્વ કરે છે.
  • ઉત્તરી સરહદમાં જમ્મુના માંડા અને પંજાબમાં રોપર શહેરોનો સમાવેશ થાય છે.
  • દક્ષિણ સરહદો મહારાષ્ટ્રમાં દૈમાબાદ (દાઈમાબાદ) અને ગુજરાતમાં ભગતરાવમાં હતી.
  • ગુજરાતમાં હડપ્પન વસાહતો કચ્છ અને કાઠિયાવાડમાં પથરાયેલી હતી.

સિંધુ ખીણની સંસ્કૃતિના તબક્કાઓ

સિંધુ ખીણની સંસ્કૃતિ (IVC) ના તબક્કાઓ નીચેના કોષ્ટકમાં જોઈ શકાય છે:

તબક્કાઓ

સમય

યુગ

મહત્વ

હડપ્પન પહેલાનો તબક્કો

5500 થી 3500 બીસીઇ

નિયોલિથિક (નૂતન પાષાણયુગ)

- મેહરગઢ અને કિલી ગુલ મુહમ્મદ જેવી વસાહતો બલુચિસ્તાન અને સિંધુના મેદાનોમાં દેખાઈ.

- મર્યાદિત ખેતી સાથે પશુપાલન એ મુખ્ય વ્યવસાય હતો. જેના કારણે ગામડાઓમાં મોસમી વ્યવસાય શરૂ થયો.

- ઉત્પાદનમાં વધારો થવાની સાથે થોડા સમય પછી કાયમી ગામો ઉભરી આવ્યા.

- માટીના ઘરો, માટીકામ અને હસ્તકલા ઉત્પાદનના પુરાવાઓ મળી આવ્યા છે.

હડપ્પન તબક્કો

3500 થી 2600 બીસીઇ

પ્રારંભિક હડપ્પન સમયગાળો

-આ સમયમાં મેદાનો અને ટેકરીઓમાં વસાહતોની સંખ્યામાં વધારો થયો.

- તાંબાના પૈડાં અને હળનો ઉપયોગ આ યુગને ચિહ્નિત કરે છે.

- લાલ પર કાળા જેવા માટીકામના સ્વરૂપોની અસાધારણ શ્રેણી ઘણી પ્રાદેશિક પરંપરાઓની શરૂઆત દર્શાવે છે. જે પાછળથી સમગ્ર સિંધુ ખીણમાં માટીકામની પરંપરાને વધુ સમાન બનાવતા એકીકૃત બની.

- આ યુગ ધાર્મિક ચેતનાના વિકાસ દ્વારા ચિહ્નિત થયેલ છે, જે પીપળો, ખૂંધ વાળો બળદ (હમ્પ્ડ બુલ્સ), સાપ (નાગ), સીલમાં શિંગડાવાળા દેવતા અને માતૃ દેવી જેવી અવધારણાઓની ઉત્પત્તિનો સમયગાળો છે.

- આ સમયગાળા દરમિયાન અનાજનાં કોઠાર અને રક્ષણાત્મક દિવાલો જેવી ઘણી ઇમારતો બનાવવામાં આવી હતી.

- આ યુગ દરમિયાન લાંબા અંતરના વેપારનો ઉદભવ પણ જોઈ શકાય છે.

 

2600 થી 1900 બીસીઇ

પરિપક્વ હડપ્પન સમયગાળો

- નવા મોટા શહેરોનો ઉદભવ આ યુગને ચિહ્નિત કરે છે.

- ધોળાવીરામાં કાર્યક્ષમ ગટર વ્યવસ્થા (ડ્રેનેજ મિકેનિઝમ્સ),સુનિયોજિત રસ્તાઓ  (રોડ નેટવર્ક્સ), એક સમાન ઘરો અને કોટવાળા (રક્ષણાત્મક દિવાલો) શહેરો સાથેનું નગર આયોજન જોવા મળે છે.

- આ યુગ મેસોપોટેમીયા સાથે મોટા પાયા પર લાંબા-અંતરના વેપારના ઉદભવ દ્વારા ચિહ્નિત થયેલ છે, અને તેથી, વેપાર-સંબંધિત સીલ અને વજન અને માપોની સમાન પ્રણાલીનો ઉદ્ભવ થયો.

- ધાતુશાસ્ત્ર અને મિશ્રધાતુ બનાવવાની કળા ઝડપથી વિકસતી ગઈ. સિંધુ ખીણ પ્રદેશમાં વિપુલ પ્રમાણમાં કાંસાની શિલ્પો જોવા મળે છે.

- આ તબક્કા દરમિયાન રમકડાં અને જ્વેલરી બનાવવાની કળા તેના ઉત્તમ સ્તર પર પહોંચી. આ અન્ય સંસ્કૃતિઓ સાથેના વેપારના મુખ્ય સાધનોમાંનું એક બની ગયું. અત્યાર સુધીમાં એક લિપિ (સ્ક્રિપ્ટ) વિકસીત થઈ ચૂકી હતી.

હડપ્પન પછીનો તબક્કો

1900 બીસીઇ પછી

અંતમાં હડપ્પન સમયગાળો

- આ તબક્કો હડપ્પન ખીણની સંસ્કૃતિના પતનને દર્શાવે છે. આ તબક્કામાં હડપ્પાની ઘણી જગ્યાઓ છોડી દેવામાં આવી હતી.

- આંતરપ્રાદેશિક વેપાર વિનિમયમાં ઘટાડો થયો.

- શહેરનું જીવન મોટા પાયે ત્યજી દેવામાં આવ્યું હતું.

પંજાબ અને સતલુજ-યમુનાની ગામડાની સંસ્કૃતિઓ વિભાજિત થઈ, અને ગુજરાત હડપ્પન હસ્તકલા અને માટીકામની પરંપરાઓને આત્મસાત કરે છે.

 

સિંધુ ખીણની સંસ્કૃતિની વિશેષતાઓ (IVC)

સિંધુ ખીણની સંસ્કૃતિ (IVC)ની વિશેષતાઓ નીચે મુજબ છે:

  • વી. ગોર્ડન ચાઈલ્ડે (V. Gordon Childe) હડપ્પા અને મોહેં-જો-દરો શહેરને વ્યાખ્યાયિત કરવાના પ્રયાસો કરનારા સૌથી પહેલા હતા.
  • તેમણે તેમને ક્રાંતિના પ્રતીકો તરીકે વર્ણવ્યા જેણે સમાજના ઉત્ક્રાંતિમાં એક નવા આર્થિક તબક્કાને ચિહ્નિત કર્યું.
  • તેમણે કહ્યું કે આ "શહેરી ક્રાંતિ" ન તો અચાનક હતી કે ન તો હિંસક. તે ક્રમશઃ સામાજિક-આર્થિક પરિવર્તન હતું.
  • જ્યારે સિંધુ સંસ્કૃતિએ સમકાલીન કાંસ્ય યુગની સંસ્કૃતિઓ, જેમ કે મેસોપોટેમીયાની સુમેરિયન સંસ્કૃતિ અને ઇજિપ્તની પ્રાચીન સંસ્કૃતિ સાથે ઘણી સામાન્ય વિશેષતાઓ વહેંચી હતી, ત્યારે તેની (સિંધુ સંસ્કૃતિની) પોતાની અલગ ઓળખ હતી.
  • એક નોંધપાત્ર બાબત માટે, એક મિલિયન ચોરસ કિલોમીટરથી વધુના ભૌગોલિક ફેલાવા સાથે, આ તેના સમયની સૌથી મોટી શહેરી સંસ્કૃતિ અને સભ્યતા હતી.

સિંધુ ખીણની સંસ્કૃતિના મહત્વના સ્થળો (IVC)

સિંધુ ખીણની સંસ્કૃતિ (IVC) ના મહત્વના સ્થળો નીચે મુજબ છે:

  • સિંધુ ખીણની સંસ્કૃતિ, વિશ્વની સૌથી પ્રાચીન શહેરી સંસ્કૃતિઓમાંની એક, હાલના પાકિસ્તાન અને ઉત્તરપશ્ચિમ ભારતમાં મોટી નદીઓના કિનારે ખીલી હતી.
  • આ પ્રાચીન સંસ્કૃતિ તેના અદ્યતન શહેરી આયોજન, અત્યાધુનિક ગટર વ્યવસ્થા (ડ્રેનેજ સિસ્ટમ્સ) અને પ્રભાવશાળી સ્થાપત્ય સિદ્ધિઓ દ્વારા ચિહ્નિત કરવામાં આવી હતી.
  • વસાહતો વ્યૂહાત્મક રીતે ફળદ્રુપ નદીની ખીણોના લાભોનો ઉપયોગ કરવા માટે સ્થિત હતી અને તે તેમના સુવ્યવસ્થિત કાટકોણીય રચના (ગ્રીડ લેઆઉટ), પ્રમાણિત ઈંટ* બાંધકામો અને ગતિશીલ વેપાર નેટવર્ક દ્વારા વર્ગીકૃત કરવામાં આવી હતી.

*      ઉપલા નગરની ઇમારતોમાં આગથી પકવેલી ઇંટો 7 x 15 x 29 સેમી (અંદાજે 1:2:4 ગુણોત્તર) માપવામાં આવી હતી, જ્યારે નીચલા નગરની અગાઉની ઇમારતોની ઈંટો 6.5 x 13 x 26 સેમી (અંદાજે 1:2:4 ગુણોત્તર પણ) માપવામાં આવી હતી.

  • સંસ્કૃતિની સાઇટ્સ નોંધપાત્ર કળા, હસ્તકલા અને વેપાર સિદ્ધિઓ સાથેનાં એક જટિલ સમાજને દર્શાવે છે, જે દક્ષિણ એશિયામાં પ્રારંભિક સંસ્કૃતિના મુખ્ય કેન્દ્ર તરીકે તેની ભૂમિકાને દર્શાવે છે.

સિંધુ ખીણની સંસ્કૃતિનું પતન

સિંધુ ખીણની સંસ્કૃતિ (IVC) ના પતનને નીચે પ્રમાણે જોઈ શકાય છે:

  • વિદ્વાનોએ સિંધુ ખીણની સંસ્કૃતિના પતનના સિદ્ધાંતની તપાસ કરી જેમાં તેઓ કુદરતી આફતો અથવા અચાનક આક્રમણ તરફ નિર્દેશ કરી શકે તેવા પુરાવા શોધી રહ્યા છે.
  • સિંધુ ખીણની સંસ્કૃતિના અચાનક પતન માટે વિદ્વાનો દ્વારા વિચારવામાં આવેલા આ કેટલાક કારણો હતા.
    • પ્રચંડ પૂર અને ધરતીકંપ
    • નદીઓના પ્રવાહમાં થતા સ્થળાંતર (સિંધુ નદી)
    • ઘગ્ગર-હકરા નદી પ્રણાલી ધીમે ધીમે સુકાઈ જવી
    • આર્યોનાં આક્રમણનો સિદ્ધાંત
    • કેન્દ્રીય શહેરોની વધતી જતી માંગને કારણે પ્રદેશનાં પારિસ્થિતિકી તંત્ર (ઇકોલોજી) ને ખલેલ પહોંચાડી, અને તે તેના ભાર હેઠળ ભાંગી પડ્યું.
    • કેટલાક ઈતિહાસકારો માને છે કે હડપ્પન લોકો ભારતના ગંગા પ્રદેશ તરફ સ્થળાંતરિત થયા હતા.

 

  • પ્રચંડ પૂર અને ધરતીકંપ

સિંધુ ખીણની સંસ્કૃતિને કુદરતી આફતો જેવી કે મોટા પ્રમાણમાં પૂર અને ધરતીકંપોથી નોંધપાત્ર પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

    • આ આફતો સંભવતઃ રોજિંદા જીવનને વિક્ષેપિત કરે છે, આંતરમાળખા (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) ને નુકસાન પહોંચાડે છે અને સંસ્કૃતિના અંતિમ પતનમાં ફાળો આપે છે.
    • સિંધુ નદીમાં આવતાં પુનરાવર્તિત પૂરને કારણે વસાહતની પદ્ધતિમાં ફેરફાર થઈ શકે છે, જ્યારે ધરતીકંપો વ્યાપક વિનાશનું કારણ બની શકે છે, જે સમાજની સ્થિરતા અને સ્થિતિસ્થાપકતાને નબળી બનાવી શકે છે.

 

  • સિંધુ નદીના માર્ગમાં સ્થળાંતર

એચ.ટી. લેમ્બ્રીક (H.T. Lambrick) માને છે કે, સિંધુ નદીએ તેનો માર્ગ બદલી નાખ્યો, જેના કારણે મોહેં-જો-દરોના લોકો તેનાં બદલાયેલા માર્ગ તરફ આગળ વધ્યા.

    • તેમના મતે, આ પ્રક્રિયા ઘણી વખત પુનરાવર્તિત થઈ શકે છે, જે આસપાસના વિસ્તારોમાં ખાદ્ય ઉત્પાદનમાં ઘટાડો તરફ દોરી જાય છે અને પીવાના પાણી માટે સમસ્યાઓ ઊભી કરે છે.
    • સિદ્ધાંતની મુખ્ય મર્યાદા એ છે કે તે ફક્ત મોહેં-જો-દરોના પતનને સમજાવી શકે છે, અન્ય શહેરોનાં નહીં.

 

  • ઘગ્ગર-હકરા નદીની શુષ્કતા અને સૂકવણીમાં વધારો

ડી.પી. અગ્રવાલ અને સૂદે (D.P. Agarwal and Sood) વધતી શુષ્કતા અને ઘગ્ગર-હકરા નદીના સુકાઈ જવાને કારણે હડપ્પાના પતનનો સિદ્ધાંત રજૂ કર્યો. હડપ્પા પર્યાવરણીય રીતે સંવેદનશીલ હતું, અને ભેજમાં થોડો ઘટાડો આ અર્ધ-શુષ્ક પ્રદેશને શુષ્ક પ્રદેશમાં ફેરવી શકે છે. આના પરિણામે ખાદ્ય ઉત્પાદનમાં નુકસાન થયું હોય અને હડપ્પાના શહેરો વેરાન થઈ ગયા હોય.

  • આર્ય આક્રમણ સિદ્ધાંત

રામાપ્રસાદ ચંદાએ સૌપ્રથમ આર્ય આક્રમણકારો દ્વારા હડપ્પા સંસ્કૃતિના વિનાશની દરખાસ્ત કરી હતી.

    • મોર્ટિમર વ્હીલર (Mortimer Wheeler) દ્વારા ઋગ્વેદના સંદર્ભોના આધારે આ વિચાર રજૂ કરવામાં આવ્યો હતો.
    • ઋગ્વેદમાં ભગવાન ઇન્દ્ર અથવા પુરંદરા (કિલ્લાનો નાશ કરનાર) દ્વારા કિલ્લાઓ અને કોટવાળા શહેરોના વિનાશનો ઉલ્લેખ છે.
    • ઋગ્વેદનો બીજો સંદર્ભ હર્યુપિયાનો છે, જે હડપ્પાને મળતો આવે છે. વ્હીલર આર્ય હત્યાકાંડના પુરાવા તરીકે મોહેં-જો-દરો ખાતે મળેલા હાડપિંજરના અવશેષો તરફ પણ નિર્દેશ કરે છે. કેટલાક હાડપિંજર પર ઘા નાં નિશાન પણ જોવા મળે છે.
    • પાછળથી, વ્હીલરે હડપ્પાના પતનનાં પરિબળો તરીકે પૂર, સંસાધનોનું અતિશય શોષણ અને વેપારમાં ઘટાડો સ્વીકાર્યો પરંતુ ભારપૂર્વક જણાવ્યું કે આર્ય આક્રમણથી સંસ્કૃતિને અંતિમ ફટકો પડ્યો.

 

  • પ્રદેશની વિક્ષેપિત પરિસ્થિતિકી (ઇકોલોજી)

ફેરસર્વિસ (Fairservis) જેવા વિદ્વાનોએ સંસાધનોના અતિશય શોષણ અને વધતી જતી વસ્તીને કારણે પર્યાવરણીય અસંતુલનના સંદર્ભમાં હડપ્પન સંસ્કૃતિના પતનને સમજાવવાનો પ્રયાસ કર્યો.

    • ફેરસર્વિસ ની ગણતરી મુજબ, આ અર્ધ-શુષ્ક વિસ્તારોના નાજુક પર્યાવરણીય સંતુલનને ખલેલ પહોંચાડવામાં આવી રહી હતી કારણ કે માનવ અને પશુઓની વસ્તી ઝડપથી ઓછા જંગલો, ખોરાક અને ઇંધણના સંસાધનોને ખતમ કરી રહી હતી. જરૂરિયાત વિસ્તારની ઉત્પાદન ક્ષમતાઓ કરતાં વધી ગઈ.
    • આનાથી જંગલનો ક્ષય થયો, પર્યાવરણીય અસંતુલન અને વારંવાર પૂર અને દુષ્કાળ સર્જાયા.
    • ઘટતું જતું ખાદ્ય ઉત્પાદન અને સંસાધનોની અછતને કારણે હડપ્પાના લોકોને તેમના શહેરો છોડીને અન્યત્ર સ્થાયી થવાની ફરજ પડી હતી.

નિષ્કર્ષ

નિષ્કર્ષમાં, સિંધુ ખીણની સંસ્કૃતિ એ પ્રાચીન સમાજોની પ્રારંભિક ચાતુર્ય અને અદ્યતન શહેરી આયોજનનો પુરાવો છે. વિવિધ કુદરતી અને સંભવતઃ માનવ-પ્રેરિત પરિબળોને કારણે તેના ક્રમિક પતન છતાં, સિંધુ ખીણની સંસ્કૃતિ (IVC) નો વારસો પ્રારંભિક માનવ સંસ્કૃતિની આધુનિક સમજ અને જટિલ સામાજિક સંગઠન માટેની તેની ક્ષમતાને પ્રભાવિત કરવાનું ચાલુ રાખે છે. સિંધુ ખીણની સંસ્કૃતિ (IVC)ની વિશેષતાઓ, તબક્કાઓ અને તેના પતનનાં કારણોનો અભ્યાસ કરવાથી મહાન સંસ્કૃતિઓના ઉદય અને પતન વિશે મૂલ્યવાન આંતરદૃષ્ટિ મળે છે.

Comments