1. ગુજરાતના ક્યા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ?
Answer: ડાંગ
2. ઇસરોના કયા
સેન્ટર દ્વારા PSLV-C53
મિશન અંતર્ગત સિંગાપોર માટે ત્રણ ઉપગ્રહો છોડવામાં આવ્યા હતા ?
Answer: શ્રીહરિકોટા
3. પ્રાણીઓની વિષ્ટા(મળ-મૂત્ર ) અને અન્ય સેન્દ્રિય કચરાનું
પાચન (ડાઈઝેશન) કરી વાયુ સ્વરૂપે મેળવાતું સ્વચ્છ અને સસ્તું બળતણ કયું છે ?
Answer: બાયોગેસ
4. નવી શિક્ષણ
નીતિ (NEP) ક્યારે
સુધારાઈ?
Answer: 2020
5. ગુજરાતમાં
સૌથી મોટું ખનીજ ક્ષેત્ર ક્યાં આવેલું છે ?
Answer: અંકલેશ્વર
6. કેન્દ્રીય
બજેટ કયા મહિનાના પ્રથમ કાર્યકારી દિવસે સંસદમાં રજૂ કરવામાં આવે છે ?
Answer: ફેબ્રુઆરી
7. તરણેતરનો
મેળો ગુજરાતના કયા જિલ્લામાં ઉજવવામાં આવે છે ?
Answer: સુરેન્દ્રનગર
8. 'મંગલ મંદિર
ખોલો દયામય મંગલ મંદિર ખોલો' રચના કયા કવિની છે ?
Answer: નરસિંહરાવ
દિવેટીયા
9. ગુજરાત
વિધાનસભાના મકાનનું નામ કયા મહાનુભવના નામ ઉપરથી છે ?
Answer: વિઠ્ઠલભાઈ
પટેલ
10. ગાંધીજીને 'બાપુ'નું બિરુદ
કયા સત્યાગ્રહમાં મળ્યું ?
Answer: ચંપારણ્ય
સત્યાગ્રહ
11. ઐતિહાસિક
સ્થળ 'ધોળાવીરા' કયા
જિલ્લામાં આવેલ છે ?
Answer: કચ્છ
12. ગાંધીજીએ
રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો ?
Answer: સર આલ્ફ્રેડ
હાઈસ્કૂલ
13. ગુજરાતની
પ્રથમ સરકારને બંધારણના શપથ કોણે લેવડાવ્યા હતા ?
Answer: રવિશંકર
મહારાજ
14. ભારતના
પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા ?
Answer: સરદાર
વલ્લભભાઇ પટેલ
15. હિંદી
ફિલ્મોના જાણીતા ગુજરાતી અભિનેતા સંજીવકુમારનું મૂળ નામ શું હતું ?
Answer: હરિહર જરીવાલા
16. અશોકનો
શિલાલેખ ગુજરાતના કયા શહેરમાં આવેલ છે ?
Answer: જૂનાગઢ
17. 'વીરાંજલિ
વન' ક્યાં
આવેલું છે ?
Answer: પાલ
18. ગુજરાત
રાજ્યનો કયો પ્રદેશ 'ગુજરાતના બગીચા તરીકે' ઓળખાય છે ?
Answer: મધ્ય ગુજરાત
19. ગિરા ધોધ
કયા જિલ્લામાં આવેલો છે ?
Answer: ડાંગ
20. ગુજરાતનું
‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ?
Answer: જામનગર
21. 'ISRO'નું મુખ્ય
મથક ક્યાં આવેલું છે ?
Answer: બેંગ્લોર
22. ગુલમર્ગ
ગિરિમથક કયા આવેલું છે ?
Answer: જમ્મુ
-કાશ્મીર
23. ભારતમાં
વર્ષનો સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ કયો હોય છે ?
Answer: 22 ડિસેમ્બર
24. ભારતમાં 'વિજય દિવસ'ની ઉજવણી
ક્યારે કરવામાં આવે છે ?
Answer: 16 ડિસેમ્બર
25. હાડકાનો
રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?
Answer: વિટામિન D
26. ફૂટવેર અને
ચામડાનાં વસ્ત્રોના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ બીજા ક્રમે છે?
Answer: ભારત
27. ખાદી
કારીગરો માટેની વર્ક-શેડ યોજના માટે કોણ અરજી કરી શકે છે ?
Answer: ખાદી/પોલીવસ્ત્ર
ઉત્પાદક સંસ્થાઓ અને ખાદી કારીગરો
28. નીચેનામાંથી
કઈ રાષ્ટ્રીય SC-ST
હબ યોજનાની પેટા યોજના છે ?
Answer: ખાસ
માર્કેટિંગ સહાય યોજના
29. ગુજરાત
રાજ્યમાં બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકો માટે કયું બોર્ડ કાર્ય કરે છે ?
Answer: ગુજરાત મકાન
અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ
30. નીતિપંચનું
મુખ્યાલય ક્યાં આવેલું છે?
Answer: ન્યુ દિલ્હી
31. ભારતની
સર્વોચ્ચ કાયદાકીય સંસ્થા કઈ છે?
Answer: સંસદ
32. ગુજરાતનું
કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું ?
Answer: સુરત
33. ગુજરાતમાં
વૃદ્ધ લોકો માટે મનોરંજનના સાધનો, ચાલવા માટેના ટ્રેક અને અન્ય પાયાની સુવિધાઓ પૂરી પાડવા
માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?
Answer: પંચવટી યોજના
34. વર્ષ 2020માં
રેલવેના કયા વિભાગ દ્વારા મહિલા પેસેન્જેર્સ સુરક્ષા માટે 'ઓપરેશન માય
સહેલી' લોંચ થયું ?
Answer: દક્ષિણ પૂર્વ
રેલવે
35. ૬-માર્ગીય
(6-લેન)
ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
Answer: શ્રી
નરેન્દ્રભાઈ મોદી
36. સૌપ્રથમ
ભારતરત્ન મેળવનાર વિદેશી નાગરિક કોણ હતા?
Answer: અબ્દુલ
ગફ્ફારખાન
37. 'વિશ્વ યોગ
દિવસ'ની ઉજવણી
કયારે કરવામાં આવે છે ?
Answer: 21 જૂન
38. ગુજરાત
હાઇકોર્ટના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ કોણ છે ?
Answer: જસ્ટિસ
સુજ્ઞાબેન ભટ્ટ
39. પૃથ્વીની
સપાટી પર જલાવરણનો આશરે કેટલા ટકા ભાગ છે ?
Answer: 71
40. થોળ પક્ષી
અભયારણ્ય ગુજરાતના કયા તાલુકામાં આવેલું છે ?
Answer: મુન્દ્રા
41. તુલશીશ્યામ
નામનું સ્થળ શાના માટે પ્રખ્યાત છે ?
Answer: ગરમ પાણીના
કુંડ
42. ભદ્રા
પ્રકારની વાવની શી વિશેષતા હોય છે ?
Answer: 2 મુખ અને 6 કૂટ
43. ખંભાલીડાની
બૌદ્ધ ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?
Answer: ગુજરાત
44. ભારત
સંઘમાં વિલીનીકરણ માટે ગુજરાતના કયા દેશી રજવાડા માટે આરઝી હકૂમત રચાઈ હતી?
Answer: જૂનાગઢ
45. 1857ના
વિપ્લવનું પ્રતીક શું હતું?
Answer: રોટી અને કમળ
46. 'આમુક્તમાલ્વદ' ગ્રંથની
રચના વિજયનગરના કયા શાસકે કરી હતી?
Answer: કૃષ્ણદેવરાય
47. 'રાજતરંગિણી' ગ્રંથના
લેખકનું નામ જણાવો.
Answer: કવિ કલ્હણ
48. નીચેનામાંથી
કઈ નદી ભારતની સૌથી લાંબી નદી છે ?
Answer: ગંગા
49. નીચેનામાંથી
કઈ નદી પ્રણાલીએ 'જોગ' ધોધ બનાવે
છે?
Answer: શારવાથી
50. કર્ણાટકમાં
આવેલો 'કૃષ્ણ રાજા
સાગર' બંધ નીચેની
કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?
Answer: કાવેરી
51. નીચેનામાંથી
કઈ નદી ગંગાની સૌથી લાંબી ઉપનદી છે ?
Answer: યમુના
52. વિંધ્યાચળ
અને સાતપુડા પર્વતશ્રેણીને કઈ નદી અલગ કરે છે ?
Answer: નર્મદા
53. સાબરમતી
નદી કયા સમુદ્રને મળે છે ?
Answer: અરબસાગર
54. 'નેશનલ
સ્પોર્ટ્સ ટેલેન્ટ કોન્ટેસ્ટ' સ્કીમ ક્યારે શરૂ કરવામાં આવી હતી?
Answer: 1985
55. પ્રથમ
કોમનવેલ્થ ગેમ્સ ક્યાં યોજાઈ હતી ?
Answer: કેનેડા
56. ચેસબોર્સમાં
કેટલાં ચોરસ હોય છે ?
Answer: 204 ચોરસ
57. એકદિવસીય
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ હતો ?
Answer: ચેતન શર્મા
58. પ્રથમ ફિફા
વર્લ્ડ કપ ક્યારે યોજાયો હતો ?
Answer: 1930
59. ભારતની
રાષ્ટ્રીય રમત કઈ છે ?
Answer: હોકી
60. પેશન ફ્રૂટ
કયા ખનિજથી ભરપૂર હોય છે ?
Answer: ફોસ્ફરસ
61. માનવ મગજના
કયા ભાગને ભાવનાત્મક મગજ તરીકે પણ ઓળખવામાં આવે છે ?
Answer: લિમ્બિક
સિસ્ટમ
62. ભારતના
રાષ્ટ્રીય પશુનું નામ શું છે ?
Answer: વાઘ
63. ગુજરાતમાં
રાજ્યસભાની કુલ સંખ્યા કેટલી છે ?
Answer: 11
64. હોદ્દાની
રૂએ રાજ્યસભાના ચેરમેન તરીકે કોણ હોય છે ?
Answer: ઉપરાષ્ટ્રપતિ
65. UPSCના
અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે?
Answer: રાષ્ટ્રપતિ
66. ભારતના બંધારણના
કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી માટેની લાયકાતો અંગેની જોગવાઈ કરવામાં
આવેલ છે ?
Answer: અનુચ્છેદ-58
67. અગાઉના
સમયમાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રચલિત અમદાવાદ શહેરને કયા નામથી ઓળખવામાં આવતું
હતું ?
Answer: ભારતનું
માન્ચેસ્ટર
68. નીચેનામાંથી
કયા ભાગમા પર્યાવરણના બિન-જીવંત ઘટકોમાં ભૂમિસ્વરૂપો, આબોહવા, જળાશયો, તાપમાન, ભેજ, હવા
વગેરેનો સમાવેશ થાય છે ?
Answer: ભૌતિક
પર્યાવરણ
69. ભારતના
પ્રથમ ટેસ્ટ-ટ્યુબ બેબીના નિર્માતા કોણ છે ?
Answer: સુભાષ
મુખોપાધ્યાય
70. મિલિકનના
ઓઇલ ડ્રોપ પ્રયોગમાં નીચેનામાંથી કઈ વસ્તુ શોધાઈ હતી ?
Answer: ઇલેક્ટ્રોન
પર ચાર્જ
71. હિમોગ્લોબિનમાં
મધ્યસ્થ ધાતુ કઈ છે ?
Answer: આયર્ન
72. આપણી
કિડનીની ઉપર આવેલ ગ્રંથિ કઈ છે ?
Answer: એડ્રેનલ
73. નીચેનામાંથી
કઈ ધાતુને છરી વડે સરળતાથી કાપી શકાય છે ?
Answer: સોડિયમ
74. બાયોલોજીની
નીચેનામાંથી કઈ શાખા કિડનીના અભ્યાસ સાથે સંબંધિત છે?
Answer: નેફ્રોલોજી
75. જીવવિજ્ઞાનમાં
ADHનું પૂરું
નામ શું છે ?
Answer: એંટી
ડાયુરેટિક હોર્મોન
76. પાણીની
કઠિનતા દૂર કરવા માટે કયા પદાર્થનો ઉપયોગ કરી શકાય છે?
Answer: સોડિયમ
કાર્બોનેટ
77. ભારત
સરકારે ભારત રત્ન પુરસ્કાર માટે 'માનવ પ્રયાસના કોઈ પણ
ક્ષેત્ર'ને સામેલ
કરવાના માપદંડનો વિસ્તાર ક્યારથી કર્યો ?
Answer: 2011
78. કયા
ઉદ્યોગપતિને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે ?
Answer: જે.આર.ડી.ટાટા
79. ડૉ.સર્વપલ્લી
રાધાકૃષ્ણનને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1954
80. ઈન્દિરા
ગાંધીને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1971
81. જે.આર.ડી.
ટાટાને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1992
82. 'રાષ્ટ્રીય
મતદાતા દિવસ' ની ઉજવણી
કયા દિવસે કરવામાં આવે છે ?
Answer: 25મી જાન્યુઆરી
83. 'રાષ્ટ્રીય
એકતા દિવસ' કયારે
ઉજવવામાં આવે છે ?
Answer: 31 ઑક્ટોબર
84. 'રાષ્ટ્રીય
ટપાલ દિવસ'ની ઉજવણી
ક્યારે કરવામાં આવે છે ?
Answer: 10 ઑક્ટોબર
85. 'સુશાસન
દિવસ'ની ઉજવણી
ક્યારે કરવામાં આવે છે ?
Answer: 25 ડિસેમ્બર
86. શ્રીમતી
સરોજિની નાયડુની સ્મૃતિમાં ભારતમાં 13મી ફેબ્રુઆરીને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: રાષ્ટ્રીય
મહિલા દિવસ
87. હિન્દી
પત્રકારત્વ દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે ?
Answer: 30 મે
88. ભારતમાં 'CRPF સ્થાપના
દિવસ'ની ઉજવણી
ક્યારે કરવામાં આવે છે ?
Answer: 27 જુલાઈ
89. ભારતમાં 'BSF (બી. એસ.
એફ) સ્થાપના દિવસ'
ક્યારે મનાવવામાં આવે છે ?
Answer: 1 ડિસેમ્બર
90. 6 સપ્ટેમ્બર, 2021નાં રોજ 5 વિદ્રોહી
જૂથો, કેન્દ્ર
સરકાર તથા આસામ રાજ્ય સરકારની વચ્ચે કયો શાંતિ કરાર થયો હતો?
Answer: કાર્બી
આંગલોંગ શાંતિ કરાર
91. ઓરંગ નેશનલ
પાર્ક કયા રાજ્યમાં આવેલ છે ?
Answer: આસામ
92. સૌથી વધુ
આઈ.પી.એલ. મેચ કઈ ટીમે જીતી છે ?
Answer: મુંબઈ
ઈન્ડિયન્સ
93. દર વર્ષે
‘આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ 2022’ ક્યારે મનાવવામાં આવે છે ?
Answer: 4 ફેબ્રુઆરી
94. સ્માર્ટ
સિટી મિશન અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા જાન્યુઆરી 2016માં પસંદ
કરાયેલાં 20 શહેરોમાં
અમદાવાદ શહેર ક્યા ક્રમે છે ?
Answer: છઠ્ઠા
95. આઇપીએલ-2022માં ગુજરાત
ટાઇટન્સ ટીમનો કેપ્ટન કોણ હતો?
Answer: હાર્દિક
પંડ્યા
96. નીચેનામાંથી
કયા રેલવે સ્ટેશન પર ભારતીય રેલવેની પ્રથમ પોડ હોટેલનું ઉદ્ઘાટન નવેમ્બર 2021માં
કરવામાં આવ્યું હતું ?
Answer: મુંબઈ
સેન્ટ્રલ રેલવે સ્ટેશન
97. ભારતીય
અવકાશ સંશોધન સંસ્થા દ્વારા શાળાનાં બાળકો માટે કયો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો
?
Answer: યુવા
વિજ્ઞાની કાર્યક્રમ (યુવિકા)
98. ગુજરાતી
સાહિત્ય પરિષદનું બારમું અધિવેશન કોના પ્રમુખસ્થાને યોજાયું હતું ?
Answer: ગાંધીજી
99. ગોળમેજી
પરિષદમાં જવા ગાંધીજીને ઉદેશીને ઝવેરચંદ મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું ?
Answer: છેલ્લો કટોરો
100. નીતિ આયોગની
SATHની પહેલનું
પૂર્ણ સ્વરૂપ શું છે?
Answer: સસ્ટેનેબલ
એક્શન ફોર ટ્રાન્સફોર્મિંગ હ્યૂમન કૅપિટલ
101. એલ.સી.એ
તેજસ ફાઇટર એરક્રાફ્ટનું નવીનતમ સંસ્કરણ કયું છે જે 2023-2024 સુધીમાં IAFમાં સામેલ
થવા જઈ રહ્યું છે?
Answer: એલ.સી.એ તેજસ
MK1A
102. અગ્નિ-5 મિસાઈલની
સ્ટ્રાઈક રેન્જ કેટલી છે?
Answer: 5500-8000 Km
103. iORA પોર્ટલ ઉપર
ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવેલ બોજા પ્રમાણપત્રનો લાભ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં કેટલા
લોકોએ લીધો છે?
Answer: 55976
104. સુજલામ
સુફલામ જલ અભિયાન હેઠળ વર્ષ 2022માં ગુજરાતના કેટલાં તળાવો ઊંડા કરવામાં આવ્યાં છે ?
Answer: 26000થી વધુ
105. એવી
દુનિયાનું નિર્માણ કરવું કે જ્યાં વિશ્વની ઊર્જા અને પાણીની જરૂરિયાતો ટકાઉ
હાઇડ્રોપાવર દ્વારા પૂરી પાડવામાં આવે એ કઈ આંતરરાષ્ટ્રીય એજન્સીનું ઉદ્દેશ્ય છે?
Answer: ઇન્ટરનેશનલ
હાઇડ્રોપાવર એસોસિએશન (IHA)
106. રાજકોટ
જિલ્લાના વીરપુરના સંતનું નામ શું છે?
Answer: સંત જલારામ
107. નીચેનામાંથી
કયો કિલ્લો 'કતારગઢ' તરીકે
ઓળખાય છે?
Answer: કુંભલગઢ
108. બોઘલી બિહુ
ઉત્સવ ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
Answer: આસામ
109. રથયાત્રા
કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે?
Answer: ઓડિશા
110. કયું રાજ્ય
દર વર્ષે 'રણ ઉત્સવ'નું આયોજન
કરે છે?
Answer: ગુજરાત
111. રાણકપુર
જૈન મંદિર કયા જૈન તીર્થંકરને સમર્પિત છે?
Answer: ઋષભનાથ
112. ઉત્તરાખંડના
કયા જિલ્લામાં તુંગનાથ મંદિર આવેલું છે?
Answer: રુદ્રપ્રયાગ
113. આદિ
શંકરાચાર્યએ બદ્રીકાશ્રમમાં કયા મઠની સ્થાપના કરી હતી ?
Answer: જ્યોતિ મઠ
114. 'ઈન્ટરનેશનલ
સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ' (ઈસ્કોન)ના સ્થાપક કોણ છે?
Answer: એ.સી.ભક્તિવેદાંત સ્વામી
પ્રભુપાદ
115. 'ભારતીય
બિસ્માર્ક' તરીકે કોણ
ઓળખાય છે ?
Answer: સરદાર
વલ્લભભાઈ પટેલ
116. કિંગશુક
નાગ દ્વારા લખાયેલ નરેન્દ્ર મોદીને સમર્પિત પુસ્તકનું નામ શું છે?
Answer: ધ નમો
સ્ટોરી: અ પોલિટિકલ લાઈફ
117. આ શ્રેણી
જુઓ: 53, 53,
40, 40, 27, 27, ... આગળ કઈ સંખ્યા આવવી જોઈએ?
Answer: 14
118. કમ્પ્યુટર
નીચેનામાંથી કઈ ભાષા સમજે છે?
Answer: બાઈનરી ભાષા
119. માઈક્રોસોફ્ટ
વર્ડ, માઈક્રોસોફ્ટ
એક્સેલ અને માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ કયા સોફ્ટવેર પેકેજનો ભાગ છે?
Answer: માઈક્રોસોફ્ટ
ઓફિસ સ્યુટ
120. સીપીયુનો
કયો વિભાગ ગાણિતિક કામગીરી કરવા માટે જવાબદાર છે ?
Answer: એએલયુ
121. કમ્પ્યુટર
ચિપ્સમાં નીચેનામાંથી કયું પ્રાકૃતિક તત્ત્વ પ્રાથમિક તત્ત્વ છે ?
Answer: સિલિકોન
122. ગુજરાતમાં
અશોકના શિલાલેખ ક્યાં આવેલા છે ?
Answer: જૂનાગઢ
123. 18મી સદીની
શરૂઆતમાં બનેલું જંતર-મંતર ક્યાં આવેલું છે ?
Answer: જયપુર
124. ગુજરાતનું
પ્રથમ પ્રાગ ઐતિહાસિક સર્વેક્ષણ કોણે હાથ ધર્યું ?
Answer: ડૉ. હસમુખ
ધીરજલાલ સાંકળિયા
125. પ્રાચીન
હડપ્પન સંસ્કૃતિ-સભ્યતાનું કેન્દ્ર લોથલ ક્યાં આવેલું છે?
Answer: અમદાવાદ
1. સગર્ભા અને
ધાત્રી માતાઓને સગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ માસ બાદ IFAની ગોળી
કોના દ્વારા આપવામાં આવે છે ?
Answer: ફિમેલ હેલ્થ
વર્કર
2. 'આજીવિકા યોજના' હેઠળ ગરીબ
કુટુંબના ઉત્થાન માટે નાના-મોટા ધંધા કરવા માટે વ્યક્તિગત કેટલા લાખની લોન બેંક
દ્વારા આપવામાં આવે છે ?
Answer: રૂ. 2 લાખ
3. ભારતમાં
છેલ્લાં 8 વર્ષમાં
સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ અંદાજે કુલ કેટલા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે ?
Answer: 23 કરોડ
4. પ્રગતિ સેતુ યોજનાનો ઉદ્દેશ શો છે
?
Answer: લોકો દ્વારા
સરકારનો સામૂહિક રીતે સંપર્ક કરવો
5. ખેડૂતોને ગાય ઉછેર યોજનામાં દરેક
ગાય માટે કેટલી સહાય મળે છે ?
Answer: 900 રૂ
6. चलो गाय की और....चलो गाव की और....चलो प्रकृति की
और....કઈ સરકારી સંસ્થાનું વિઝન છે ?
Answer: ગૌસેવા અને
ગૌચર વિકાસ બોર્ડ
7. ભારતનું પ્રથમ માટી સંગ્રહાલય ક્યાં
આવેલું છે ?
Answer: કેરળ
8. ગુજરાત સરકારના ગુજકોસ્ટ દ્વારા
અદ્યતન ટેકનોલોજી સાથે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં ક્ષમતાનિર્માણ માટે કઈ વિશેષ
સુવિધા વિકસાવવામાં આવી છે ?
Answer: સુપર
કોમ્પ્યુટર સુવિધા
9. ગુજરાત સરકાર દ્વારા જવારલાલ
નહેરુ યુનિવર્સિટી,
નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય બાબતોના વિષયમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીને
કઈ ડિગ્રીના કોર્સ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?
Answer: પીએચ. ડી.
10. માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ
મોદીએ શિક્ષણવિષયક કઈ નીતિ જાહેર કરી ?
Answer: NEP 2020
11. ગુજરાત સરકાર દ્વારા 1998-99 થી 2011-12ના
સમયગાળામાં પ્રાથમિક શાળાઓના કેટલા વર્ગખંડો બાંધવામાં આવ્યા છે ?
Answer: 92453
12. ભારતમાં કઈ સંસ્થા પરમાણુ
ભૌતિકશાસ્ત્રમાં અગ્રણી સંશોધન કરી રહી છે ?
Answer: ભાભા એટોમિક
રિસર્ચ સેન્ટર (BARC)
13. DIETનું પૂરું નામ શું છે ?
Answer: ડિસ્ટ્રિક્ટ
ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ
14. સૌભાગ્ય યોજનાના અમલીકરણ માટેની
નોડલ એજન્સી કઈ છે ?
Answer: રૂરલ
ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડ
15. ગુજરાતના ગેસ પ્લાન્ટની ક્ષમતા
કેટલી છે ?
Answer: 4550 MW
16. ગુજરાત સોલર પાવર પોલિસી 2021નાં
લક્ષ્યો કયા વર્ષ સુધી પૂરાં કરવાનાં રહેશે ?
Answer: 2025
17. સૂર્ય ઊર્જા પ્રૉજેક્ટનો મુખ્ય
ઉદ્દેશ શો છે ?
Answer: 24/7 સૌર ઊર્જા
પ્રદાન કરવાનો
18. જુલાઈ-2022 સુધી
પ્રધાનમંત્રી જનધન યોજનાના (PMJDY) લાભાર્થીઓની સંખ્યા કેટલી છે ?
Answer: 45 કરોડથી વધુ
19. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત
ધાત્રી-સગર્ભા માતાને કેટલા દિવસ સુધી વિના મૂલ્યે રાશન આપવાની જાહેરાત થઈ છે ?
Answer: 1000
20. ગુજરાતમાં બટાટા પ્રોસેસિંગ
પ્લાન્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ?
Answer: દિયોદર
21. અગ્નિપથ યોજના અન્વયે પસંદ થયેલ
ઉમેદવાર કેટલા વર્ષ સુધી ફરજ બજાવી શકશે ?
Answer: 4 વર્ષ
22. ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા
યુવકોને એવોર્ડ આપવાની યોજના અમલમાં છે, આ એવોર્ડની રકમ કેટલી છે ?
Answer: રૂ 21,000/-
23. અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ
અતિગરીબ કુટુંબોને કાર્ડદીઠ કુલ કેટલાં કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે ?
Answer: 35 કિ.ગ્રા.
24. ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય
કાર્ડધારકોને દર મહિને કાર્ડદીઠ કેટલાં રાહતદરે ખાંડનું વિતરણ કરવામાં આવે છે ?
Answer: રૂ. 15 પ્રતિકિલો
25. કયા દિવસને 'વિશ્વ
રંગભૂમિ દિન' તરીકે
ઓળખવામાં આવે છે ?
Answer: 27 માર્ચ
26. હિંદુ પંચાંગ મુજબ ધ્રાંગ મેળો
કયા મહિનામાં ભરાય છે ?
Answer: માઘ (મહા)
27. મધ્યાહ્ન ભોજન યોજનાના ભાગ રૂપે
ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓને સેન્ટ્રલ ફૂડ ટેક્નોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CFTRI) દ્વારા
મંજૂર કરાયેલ કઈ ખાદ્યસામગ્રી પીરસવામાં આવે છે ?
Answer: સુખડી
28. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY)નો ઉદ્દેશ
દેશમાં શેના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે ?
Answer: કૌશલ્ય
29. 'અશ્રુઘર' નવલકથાના
લેખકનું નામ શું છે ?
Answer: રાવજી પટેલ
30. મીનળદેવી દ્વારા બનાવવામાં આવેલું
ધોળકા ખાતેનું મલાવ તળાવ આજે કયા નામથી ઓળખાય છે ?
Answer: ન્યાય સરોવર
31. ભાવનગરના કયા ધરામાંથી દુષ્કાળમાં
પણ પાણી ખૂટતું નથી ?
Answer: તાતણિયા
32. ગિરનારનો શિલાલેખ કોણે શોધેલ ?
Answer: કર્નલ ટોડ
33. ગુજરાતનું કયું શહેર ઉદ્યાનનગરી
તરીકે જાણીતું છે ?
Answer: ગાંધીનગર
34. ૧૯૬૦ની ૩૦ એપ્રિલ સુધી ગુજરાત કયા
રાજયનો ભાગ હતું ?
Answer: બૃહદ્ મુંબઈ
35. ફિલ્મઅભિનય ક્ષેત્રે ઝંપલાવનાર
પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ હતાં ?
Answer: લીલા દેસાઈ
36. સિંધુખીણની સંસ્કૃતિના અવશેષ
જ્યાં મળી આવેલ છે તે લાખા બાવળ હાલમાં કયા જિલ્લામાં છે ?
Answer: જામનગર
37. આસ્ટોડિયા નામ કયા ભીલ રાજાની યાદ
અપાવે છે ?
Answer: આશા ભીલ
38. ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની
શરૂઆત કયારે, કયાંથી થઈ ?
Answer: ઈ. સ. ૧૯૩૪-
-વડોદરા
39. 'મહાગુજરાત' નામ કોણે
આપેલું હતું ?
Answer: કનૈયાલાલ
મુનશી
40. ગુજરાતના નળ કાંઠાના પઢારોમાં કઈ
સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે ?
Answer: સાગર સંસ્કૃતિ
41. 'સ્મરણયાત્રા' કોની
આત્મકથા છે ?
Answer: કાકાસાહેબ
કાલેલકર
42. ઝવેરચંદ મેઘાણીનો કયો કાવ્યસંગ્રહ
ગાંધીવિષયક કાવ્યનો છે ?
Answer: બાપુનાં
પારણાં'
43. નર્મદે કઈ સાહિત્યિક સંસ્થાની
સ્થાપના કરી હતી ?
Answer: બુદ્ધિવર્ધક
સભા
44. ગુજરાતી સાહિત્યમાં દ્વિરેફ ઉપનામથી
કોણે સર્જન કર્યું છે ?
Answer: રા. વિ. પાઠક
45. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં
ચંદ્રગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?
Answer: બ્યુટીઆ
મોનોસ્પર્મા (ખાખરો/પલાશ)
46. ફિકસ રિલિજિયોસા (પીપળો) કયા ગ્રહ
સાથે સંબંધિત છે ?
Answer: ગુરુ
47. પૂર્વાફાલ્ગુની નક્ષત્ર સાથે કયો
છોડ સંબંધિત છે ?
Answer: બ્યુટીઆ
મોનોસ્પર્મા (ખાખરો/પલાશ)
48. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ
વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત ૧ હેક્ટરમાં કેટલા રોપાની મર્યાદામાં
સરકારશ્રી (વન વિભાગ) દ્વારા રોપ વાવેતર કરી આપવામાં આવે છે ?
Answer: 1000
49. 'પુનિત વન'નું
ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
Answer: 2004
50. કસવિહોણી ખેતજમીનમાં
વૃક્ષવાવેતરની યોજના હેઠળ કેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવે છે ?
Answer: 1000 રોપાઓ
51. ભારતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક
વિવિધતામાં કેટલા પ્રકારના દ્વિઅંગી જોવા મળે છે ?
Answer: 2700
52. ભારતમાં ભયના આરે (Endangered-E) કોટિમાં
આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
Answer: 32
53. ભારતીય વનસર્વેક્ષણ (Forest Survey of India) સંસ્થાએ 2015ના
અભ્યાસમાં લીધેલ 7,01,673
ચોરસ કિ.મી. વિસ્તારની ગણતરી પૈકી કેટલા ટકા વિસ્તારમાં ઝાડી-ઝાંખરા પ્રકારનાં
(Scrub Forest)
વનો છે ?
Answer: 1.26 ટકા
54. ગુજરાતમાં આવેલ નળ સરોવર પક્ષી
અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
Answer: ઈ.સ. 1969
55. સેલ્યુલર જેલ રાષ્ટ્રીય સ્મારક
ક્યાં આવેલ છે ?
Answer: આંદામાન -
નિકોબાર
56. POSDCORB શબ્દ કયા
વિદ્વાને આપ્યો છે ?
Answer: લ્યૂથર ગુલિક
અને ઉર્વિક
57. કયા કાર્યક્રમનો હેતુ ભારતને
ડિજિટલી સશક્ત સમાજ અને જ્ઞાન સંલગ્ન અર્થતંત્રમાં પરિવર્તિત કરવાનો છે ?
Answer: ડિજિટલ
ઇન્ડિયા
58. 'આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો' યોજના કોના
નેતૃત્વ હેઠળ કરવામાં આવી છે ?
Answer: શ્રી
નરેન્દ્રભાઈ મોદી
59. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની
યાદીમાં પાટણની રાણકી વાવનો સમાવેશ કયા વર્ષમાં થયો હતો ?
Answer: 2014
60. ગુજરાતનાં સરહદી વિસ્તારમાં
બોર્ડર વિંગ હોમગાર્ડઝની કેટલી બટાલિયનો કાર્યરત છે ?
Answer: 2
61. ભારત કેટલા પાડોશી દેશો સાથે તેની
જમીની સરહદ વહેંચે છે ?
Answer: સાત
62. ગુજરાત રાજ્યમાં મહિલાજેલ ક્યાં
આવેલ છે ?
Answer: વડોદરા
63. 'MA (મા) યોજના' હેઠળ કયા
તબીબી ખર્ચને આવરી લેવામાં આવે છે ?
Answer: બધા વિકલ્પો
સાચા છે
64. આયુષ મંત્રાલયની રચના કયા વર્ષમાં
થઈ હતી ?
Answer: 2014
65. 'નિરામય ગુજરાત યોજના'નો લાભ
કેટલા લોકો મેળવી શકશે ?
Answer: 3 કરોડની આસપાસ
66. 'ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ
ઇનોવેશન સમિટ 2022'નું આયોજન
ક્યાં કરવામાં આવ્યું હતું ?
Answer: ગાંધીનગર
67. 'રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન' યોજનાની
શરૂઆત કયા વર્ષમાં થઈ હતી ?
Answer: 2005
68. ભારત સરકાર દ્વારા સંપૂર્ણ સ્વચ્છ
અને ખુલ્લામાં મળોત્સર્જન રહિત ગ્રામ પંચાયતો, તાલુકાઓ, જિલ્લાઓ
અને રાજ્યોને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
Answer: નિર્મળ ગ્રામ
પુરસ્કાર
69. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 મુજબ, ઉત્પાદન
વિકાસ, માર્કેટિંગ
અને વ્યાવસાયિક સહાય માટે સ્ટાર્ટ-અપ્સ કેટલો સીડ સપોર્ટ મેળવી શકે છે ?
Answer: રૂ. 30 લાખ
70. ભારતમાં ફોરેન એક્સચેન્જ
રેગ્યુલેશન એક્ટ FERAનું સ્થાન
કયા કાયદાએ લીધું ?
Answer: FEMA (ફોરેન
એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ)
71. વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ) પર
નીતિના નિર્માણ માટે કયો નોડલ વિભાગ કાર્યરત છે ?
Answer: ડિપાર્ટમેન્ટ
ઑફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશન
72. કઈ યોજના હેઠળ કુટીર ઉદ્યોગોના
હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ કારીગરોને તેમના વ્યવસાયના વિકાસ માટે મશીનરી અથવા
કાચો માલ ખરીદવા માટે નાણાકીય સહાય મળે છે ?
Answer: દત્તોપંત
થેંગડી કારીગર વ્યાજ સબસિડી યોજના
73. માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ
ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામનો ઉદ્દેશ શો છે ?
Answer: MSE ના નવા/હાલના
ઔદ્યોગિક વિસ્તારો/સમૂહોમાં માળખાકીય સુવિધાઓ બનાવવા/કક્ષા ઊંચી લાવવા
74. પસંદ કરેલ યાત્રાસ્થળોના સંકલિત
અને સર્વગ્રાહી વિકાસ માટે નીચેનામાંથી કઈ નીતિ છે ?
Answer: PRASAD (પ્રસાદ)
75. લઘુ / સૂક્ષ્મ ઉદ્યોગ સાહસો અને
બિન-કૃષિ ક્ષેત્રના વ્યક્તિઓને કોલેટરલ ફ્રી લોન આપવા માટે કઈ યોજના અમલમાં છે ?
Answer: પી.એમ.એમ.
વાય.
76. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ
બોર્ડ દ્વારા ગુજરાતમાં શૈક્ષણિક પુરસ્કાર યોજના અંતર્ગત ધોરણ ૧૦ના વિદ્યાર્થીને
કેટલી રોકડ સહાય મળે છે ?
Answer: રૂ.2500
77. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ
બોર્ડ દ્વારા શ્રમયોગી લગ્નસહાય યોજના અંતર્ગત લગ્નતારીખથી કેટલી સમયમર્યાદામાં
અરજી કરવાની હોય છે ?
Answer: એક વર્ષ
78. શ્રમયોગીનાં બાળકો રમતગમત અને
સાંસ્કૃતિક કાર્યક્રમ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ભાગ લે તો ગુજરાત સરકાર દ્વારા કેટલી
રકમનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે ?
Answer: રૂ.15000
79. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ
શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમયોગીના બાળકોને ટેબલેટ માટે કઈ વિશેષ
જોગવાઈ છે ?
Answer: આ તમામ
80. ગુજરાત સરકાર દ્વારા 'અકસ્માત
જૂથ વીમા યોજના'નો લાભ
લેવા માટે ગ્રામીણ વિસ્તારોના કામદારોની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 14 વર્ષ
81. ઉચ્ચ અને સર્વોચ્ચ અદાલતોમાં
ન્યાયાધીશોની નિમણૂક માટે ક્યા અધિનિયમે કૉલેજિયમ સિસ્ટમને બદલી છે ?
Answer: NJAC એક્ટ 2014
82. વાણિજ્યિક વિવાદોની પેન્ડન્સી
ઘટાડવા માટે કયો નવો કોર્ટ એક્ટ અસ્તિત્વમાં આવ્યો ?
Answer: કોમર્શિયલ
કોર્ટ એક્ટ 2015
83. બિલ્ડિંગ માટે અગ્નિસલામતીની
મંજૂરી યોજનાઓ સુનિશ્ચિત કરવા માટે કયો અધિનિયમ અમલમાં આવ્યો ?
Answer: ગુજરાત ફાયર
પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર એક્ટ
84. નીચેનામાંથી કોની પાસે ભારત
સંઘમાં નવા રાજ્યની રચના કરવાની સત્તા છે ?
Answer: રાષ્ટ્રપતિ
85. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ
કરવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોના સમર્થનની જરૂર છે ?
Answer: 50 સભ્યો
86. નીચેનામાંથી કઈ યોજનાનો હેતુ
દેશમાં કન્યાના વિકાસ માટે છે ?
Answer: પ્રધાનમંત્રી
સુકન્યા સમૃદ્ધિ યોજના
87. કયા વિસ્તારને સિટી સર્વે આપવામાં
આવે છે ?
Answer: 2000થી વધુ વસ્તી
ધરાવતા ક્ષેત્ર
88. ગામ નમૂના નંબર 1 (અ)માં શેનો
સમાવેશ હોય છે ?
Answer: ફોરેસ્ટ
રજિસ્ટર
89. અર્બન વર્ષ 2005 કોના
નેતૃત્વમાં શરૂ કરવામાં આવ્યું ?
Answer: શ્રી
નરેન્દ્રભાઈ મોદી
90. કઈ યોજના પંચાયત સંચાલિત ભૂગર્ભજળ
વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપે છે ?
Answer: અટલ ભુજલ
યોજના
91. કયા દરિયાઈ પ્રાણીને રાષ્ટ્રીય
જળચર પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું છે ?
Answer: ગંગા ડોલ્ફિન
92. 'અટલ ભુજલ યોજના' હેઠળ
ગુજરાતના કેટલાં ગામડાંઓને લાભ મળવાપાત્ર છે ?
Answer: 2201
93. ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષને
શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ?
Answer: 2005
94. નર્મદા યોજના ગુજરાતનાં કેટલાં
ગામડાંઓને પૂરથી રક્ષણ પૂરું પાડશે ?
Answer: 210
95. રેલ આધારિત જાહેર પરિવહન
વ્યવસ્થામાં કેન્દ્ર સરકારનો હિસ્સો કેટલો છે ?
Answer: 50 ટકા
96. નીચેનામાંથી 100% નળથી પાણી
પુરવઠો પૂરો પાડતા રાજ્યો કયા છે ?
Answer: તેલંગણા અને
આંદામાન
97. ગુજરાતમાં 5000ની વસતી
ધરાવતી 'સામાન્ય
સમરસ ગ્રામ પંચાયત'ને ત્રીજી
વાર કેટલા રૂપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે ?
Answer: રૂ. 3,12,500
98. ગુજરાતમાં 5000થી 25,000ની વસ્તી
ધરાવતી 'મહિલા સમરસ
ગ્રામ પંચાયત'ને બીજી
વાર કેટલા રૂપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે ?
Answer: રૂ. 6,25,000
99. સખી મંડળના સભ્યોનો ટકાઉ આજીવિકા
વિકાસ, ક્ષમતાવર્ધન
અને કૌશલ્યવર્ધન કઈ યોજના હેઠળ કરવામાં આવે છે ?
Answer: મિશન મંગલમ્
100. ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલની શરૂઆત
કયા વિભાગ અંતર્ગત કરવામાં આવી છે ?
Answer: પંચાયતી રાજ
મંત્રાલય
101. રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના (NPP)નો
સાગરમાલા પ્રૉજેક્ટ દરિયાકિનારાના કેટલા કિલોમીટર સુધીના વિકાસ માટે છે ?
Answer: 7500 કિમી
102. મુખ્ય બંદરો પર MSDE ના
પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર હેઠળ કયા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે ?
Answer: મલ્ટીસ્કીલ
ડેવલપમેન્ટ સેન્ટર્સ (MSDC)
103. 2022માં
યોજાયેલ વડનગર આંતરરાષ્ટ્રીય પરિષદ કોના પ્રચાર માટે યોજવામાં આવેલ હતી ?
Answer: પુરાતત્વીય
વારસો અને સંસ્કૃતિ
104. કેન્દ્ર સરકારે જૂન 2022માં
ગુજરાતમાં કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રૉજેક્ટને મંજૂરી આપી હતી ?
Answer: ધોલેરા
105. ભારતમાં સૌથી વધુ 'વર્લ્ડ
હેરિટેજ' સાઇટ કયા
રાજ્યમાં આવેલી છે ?
Answer: મહારાષ્ટ્ર
106. વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલી
લાંબી હાઈવે સુરંગ કઈ છે ?
Answer: અટલ સુરંગ
107. પીએમ- ડિવાઈન (PM-DevINE)નું પૂરું
નામ શું છે ?
Answer: પ્રાઇમ
મિનિસ્ટર્સ ડેવલોપમેન્ટ ઇનિસિએટીવ ફોર નોર્થ-ઇસ્ટ
108. સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ
પ્રૉજેક્ટ કયા વર્ષમાં શરૂ થયો હતો ?
Answer: 2019
109. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬-માર્ગીય
(6-લેન)
ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેનું ઉદઘાટન ક્યારે કર્યું હતું ?
Answer: 27 મે, 2018
110. ગિરનાર પર્વત પર યાત્રાળુઓ માટે
શરૂ કરવામાં આવેલ રોપ-વેની લંબાઈ કેટલી છે ?
Answer: 2.32 કિ.મી.
111. કોના ઉદ્દેશ દિવ્યાંગજનોનું સક્ષમ
સશક્તિકરણ કરવાના ,
સમાન તકોની અનુભૂતિ કરાવવા, તેમને માટે વાલીઓ અને ટ્રસ્ટીઓની નિમણૂક માટેની પ્રક્રિયાઓ
વિકસિત કરવાનો છે ?
Answer: રાષ્ટ્રીય
ટ્રસ્ટ
112. ભારતની બાળ દત્તક એજન્સીને શું
કહેવામાં આવે છે ?
Answer: SAA (સ્પેશિયલ
એડોપ્શન એજન્સી)
113. પઢે ભારત બઢે ભારત કઈ યોજનાનો
પેટા કાર્યક્રમ છે ?
Answer: સર્વ શિક્ષા
અભિયાન
114. સુકન્યા સમૃદ્ધિ યોજનાના ફાયદા
કયા છે ?
Answer: જમા રકમ પર
ઊંચું વ્યાજ અને આવકવેરા મુક્તિનો લાભ
115. માનવગરિમા યોજના અંતર્ગત લાભ લેવા
ઇચ્છતા ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જનજાતિના કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી
સુનિશ્ચિત કરવામાં આવી છે ?
Answer: રૂ. 120000
116. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમનો
લાભ લેવા માટે બારમા ધોરણમાં ઓછામાં ઓછા કેટલા ટકા આવેલ હોવા જોઈએ ?
Answer: 60 ટકા
117. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ
હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને તબીબી સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે કેટલી ટ્યુશન
સહાય આપવામાં આવે છે?
Answer: 5,00,000 અથવા 50% ટ્યુશનફી
પૈકી જે ઓછું હોય તે
118. એમ.ફિલ.નો અભ્યાસ કરતા
વિદ્યાર્થીઓને 10
માસ સુધી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ યોજના હેઠળ કેટલી ફેલોશિપ સહાય મળે
છે ?
Answer: માસિક રૂપિયા
2500
119. સખી વન સ્ટોપ સેન્ટર દરેક
જિલ્લામાં કયા સ્થળે કાર્યરત છે ?
Answer: દરેક સેન્ટર
જિલ્લાની સિવિલ હૉસ્પિટલ ખાતે
120. કન્યા માટેની પોસ્ટ એસ.એસ.સી. સ્કોલરશીપનો
લાભ કઈ વિદ્યાર્થીનીઓ લઈ શકે છે ?
Answer: ધોરણ 11થી Ph.D.માં અભ્યાસ
કરતી
121. મુનિ મેતરજ યોજનાનો લાભ લેવા માટે
કયા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે ?
Answer: www.digitalgujarat.gov.in
122. ફ્રી શીપ કાર્ડ યોજનાનું અમલીકરણ
કરતી સંસ્થા કઈ છે ?
Answer: જિલ્લા નાયબ
નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી
123. બાયસેગ દ્વારા 3થી 6 વર્ષનાં
બાળકો માટે કયા શૈક્ષણિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે ?
Answer: ઉંબરે
આંગણવાડી
124. 'જનની સુરક્ષા યોજના'નો લાભ
લેવા માટે કયો પુરાવો રજૂ કરવાનો હોય છે ?
Answer: આવકનો પુરાવો
125. 'કસ્તુરબા પોષણ સહાય યોજના' અંતર્ગત
કુલ કેટલી રકમ સહાયરૂપે બેંક ખાતામાં જમા થાય છે ?
Answer: રૂ. 6000
Comments
Post a Comment