Electric Car વસાવવા માંગો છો? તો જાણી લો આ તમામ માહિતી, જે તમને ખરીદીનો નિર્ણય લેવામાં ઉપયોગી થશે

આજના સમયમાં રોટી કપડા ઔર મકાન સિવાય માણસ માટે કંઈ સૌથી વધુ જરૂરી છે તો તે વાહન છે. આપણા પ્રાચીન શાસ્ત્રોમાં પણ વાહનને આગવુ સ્થાન આપવામાં આવ્યું છે જેના ઉદાહરણ આપણને મહાભારત અને રામાયણ જેવા ગ્રંથમાં મળી રહે છે. આજના યુગમાં દુનિયામાં સૌથી વધુ વપરાતું વાહન કાર છે કારણે કે એક સાથે 4-7 માણસોને સમાવી લેતી કાર કોઈ પણ પ્રકારના વિષમથી વિષમ વાતાવરણમાં પણ વાહનવ્યવહાર માટેનો ઉત્તમ વિકલ્પ છે.

આજથી 350 વર્ષ પેહલા જ્યારે કારની શોધ કરવામાં આવી હતી ત્યારથી લઈને આજ સુધીમાં કારની ટેકનોલોજીમાં ઘણા બધા ફેરફાર થઈ ચૂક્યા છે. શરુઆતમાં કારમાં કોલસાને ઇંધણ રૂપે વાપરતા હતા જ્યારે ત્યાર બાદ પેટ્રોલ અને ડીઝલની શોધ થતા તેમને ઇંધણ રૂપે વાપરવાનું ચલણ આવ્યું હતું જે આજે પણ કાર્યરત છે. આજના સમયમાં એક બીજુ મહત્વનું ઇંધણ છે જે વાહનો માટે વાપરવામાં આવે છે અને તે ઇંધણ વિદ્યુત ઊર્જા છે. વીજળી અથવા ઈલેક્ટ્રીસિટી દ્વારા ચાલતી કાર પાછલા 10 વર્ષોમાં ખૂબ ચલણમાં આવી છે. આ પ્રકારની કાર જોકે તરત નથી બની ગઈ , ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન અત્યારે વધુ થાય છે માટે અત્યારે આપણા માટે આ કાર નવાઈની વાત નથી પરંતુ ઇલેક્ટ્રિક કાર બનાવવાની શરૂઆત 100 વર્ષ કરતા પણ પેહલા કરવામાં આવી હતી. 

Electric કાર બનવાની શરૂઆત કયા થઈ ?

1898માં જર્મનીના કોલોન શહેરમાં દુનિયાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર બની હતી. જર્મની આજે પણ દુનિયાનું ઓટોમોબાઇલ કેપિટલ છે અને ત્યારે પણ હતું. રાયન નદીના તટ પર વસેલું જર્મનીનું કોલોન શહેર ઘણી કાર કંપનીઓના ઉતાર ચડાવનું સાક્ષી રહ્યું છે. આ શહેરમાં આજે પણ ઘણા વિસ્તારમાં 100 વર્ષ અથવા તેથી પણ જૂની ગાડીઓ નજરે પડે છે. જર્મનીના કોલોન શહેરમાં બનેલી દુનિયાની આ પ્રથમ ઇલેક્ટ્રિક કારને એક લુહાર અને બે એન્જિનિયરોએ મળીને માત્ર એક રમકડાં રૂપે બનાવી હતી. આ કાર વધુ કામની તો નહતી પરંતુ ઇલેક્ટ્રિક કાર પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા માટે પૂરતી હતી.

1898માં પ્રથમ વાર બન્યા પછી ઇલેક્ટ્રિક કાર વિશે ઘણા ઇજનેરોએ વિવિધ પરીક્ષણ કર્યા હતા જેના પરિણામ રૂપે 1904 સુધીમાં તો એક વાર ચાર્જ કરવા પર 100 કીમી સફર કરે તેવી કાર પણ આવી ગઈ હતી પરંતુ આ કાર વધુ ઝડપે દોડી શકતી નહતી. કોલોન શહેરમાં જોકે કાર બાદ ઇલેક્ટ્રિક ટ્રક અને બસ પણ તૈયાર કરવામાં આવ્યા હતા જે ઓછી ઝડપે ચાલનારા સરકારી વાહનો રૂપે વાપરવામાં આવતા હતા. આજના સમયે આપણી સમક્ષ જે ઇલેક્ટ્રિક કાર ઉપલબ્ધ છે તેના કરતાં પણ વધુ સારી અને સિંગલ ચાર્જ પર વધુ કિ.મી. ચાલતી ઇલેક્ટ્રિક કાર 20મી સદીના મધ્ય સુધીમાં યુરોપ અને અમેરિકાની સડકો પર દોડતી હતી પરંતુ આ કારમાં એક સૌથી મોટી અડચણ હતી તેનું ચાર્જીંગ, જોકે તેમ છતાં ઇલેક્ટ્રિક કારના ચાહકવર્ગમાં ઘટાડો થયો નહતો . 20મી સદીના આ ગાળા દરમિયાન BMW, Porsche, Volkswagen અને Mercedes જેવી સુપ્રસિદ્ધ બ્રાન્ડે પણ ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં ઉતારવાની શરૂઆત કરી હતી પરંતુ તેનો ભાવ ઘણો ઊંચો રાખવામાં આવતો હતો.

કાર બની પણ ચાર્જીંગનું શું ?

એક વાર કારને ચાર્જ કર્યા બાદ તેને લાંબા ગાળા સુધી લઈ જવી સેહલી બને તે માટે કારમાં મોટી અને સારા ધાતુથી બનેલી બેટરી લગાડવી જરૂરી હોય છે જે 20મી સદીમાં ખૂબ ખર્ચાળ હતું પરંતુ તેમ છતાં ઇલેક્ટ્રિક કાર પસંદ કરનારા લોકોનો સારો એવો વર્ગ જોવા મળતો હતો. 20મી સદીના અંત મધ્ય દુનિયાનાં ઘણા ખરા પ્રાંતમાં વીજળી આવી ચૂકી હતી ત્યારે તો ઇલેક્ટ્રિક વાર વાપરનારા લોકોની માત્રમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. હકીકતે થયું એવું હતું કે ઔધોગિક ક્રાંતિ બાદ ગેસોલિન અને પેટ્રોલ દ્વારા ચાલતી કાર ઘણા લોકોને મોંઘી પડતી હતી ઉપરાંત શિયાળા દરમ્યાન પેટ્રોલ અને ગેસોલિન દ્વારા ચાલતી કારને ગરમ કરવામાં ઘણો સમય લાગતો હતો માટે જ્યારે ઇલેક્ટ્રિક કારનો સેહલો વિકલ્પ ઉપલબ્ધ થયો ત્યારે લોકોએ તેને ઝડપથી આપવાની લીધો. મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન પણ ઇલેક્ટ્રિક કારને તે સમયની ઉમદા શોધ માનતા હતા. થોમસ આલ્વા એડિસને તો તે સમયના સૌથી મોટા કાર ઉત્પાદક હેન્રી ફોર્ડ સાથે મળીને વધુ સારી ઇલેક્ટ્રિક કાર બનાવવા માટેનાં વિકલ્પોની શોધ પણ ચલાવી હતી. 1973માં જ્યારે અરબ દેશમાં કટોકટીની સ્થિતિ આવી ત્યારે પેટ્રોલ અને ગેસોલિન જેવા ઇંધણનો ભાવ આસમાને પહોંચ્યા હતા , આ સમય દરમ્યાન દુનિયાના ઘણા મોટા ઓટોમોબાઇલ ઉત્પાદકોને પેટ્રોલ સિવાય કોઈ અન્ય ઊર્જાથી ચાલતા વાહનો શોધવાની ફરજ પડી હતી. આ સમય દરમ્યાન ઘણા લોકો પોતાની પેટ્રોલ કારને નેવે મૂકીને ઇલેક્ટ્રિક કાર અપનાવવા તરફ વળ્યા હતા.

19મી સદીના અંતમાં શરૂ થયેલી ઇલેક્ટ્રિક કારની સફરમાં નવા સીમાચિહ્નરૂપ 2001માં ઉમેરાયા જ્યારે જનરલ મોટર્સ દ્વારા પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર બહાર પાડવામાં આવી હતી. જનરલ મોટર્સની આ નવી ઇલેક્ટ્રિક કાર EV1 ખૂબ ચર્ચાનો વિષય બની હતી કારણ કે એક વાર ચાર્જ કરવા પર 80 માઈલની સફર કરાવતી EV1 કાર તે સમયની એકમાત્ર ઇલેક્ટ્રિક કાર હતી. આ કાર અન્ય ઇલેક્ટ્રિક કાર કરતા વધુ ઝડપે દોડતી હતી જેના કારણે EV1 ને ઇલેક્ટ્રિક સ્પીડ કારના નામથી પણ ઓળખવામાં આવતી હતી. GM EV1 કારનો સૂર્યાસ્ત જોકે ખૂબ ઝડપથી થયો હતો કારણ કે આ કાર બનાવવાં પાછળની ખર્ચો ઘણો વધુ હતો. 2006માં આવેલી ડોક્યુમેન્ટ્રી Who Killed The Electric Car માં જે ગાડીનો ઉપિયોગ કરવામાં આવ્યો છે તે GM EV1 છે.

શોપિંગ વખતે શું ધ્યાન રાખવું ?

  1. બેટરી – ઈલેક્ટ્રિકલ વાહનો બેટરી પર ચાલે છે, એટલે બેટરી કેટલી ચાલે છે, તેનું આયુષ્ય કેવું છે એ સૌથી પહેલા જોવું જોઈએ.
  2. રેન્જ- એક વખત ચાર્જ કર્યા પછી કેટલા કિલોમીટર ચાલે એ મુદ્દો મહત્વનો છે, કેમ કે વાહન બીજું ચાર્જિંગ સ્ટેશન આવે ત્યાં સુધી ચાલવુ જોઈએ.
  3. અન્ય ખર્ચ- વાહનનો વીમો, ગેસ, મેન્ટેનન્સ વગેરેના ખર્ચને ધ્યાનમાં લેવો જોઈએ. રિપેરિંગની સગવડ ક્યાં અને કેવી છે એ જોવું પડે.
  4. વપરાશ- વાહનનો વપરાશ કેવો કરવાનો છે, રોજ વાપરવી છે, કેટલા લોકોને સમાડવા છે.. વગેરે વિચાર કરી મોડેલ પસંદ કરવું જોઈએ.

ઇલેક્ટ્રિક કાર અને ટેસ્લા !

ઇલેક્ટ્રિક કારનો મોડર્ન યુગ 2010 પછી શરૂ થયો જ્યારે ટેસ્લાએ પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર મોડલ Sની જાહેરાત કરી હતી. 2010 સુધી સંપૂર્ણ પણે ઇલેક્ટ્રિક કાર કરતા પણ વધુ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક કાર ચલણમાં હતી કારણ કે કારની બેટરી અધવચ્ચે પૂરી થઈ જાય તે ગ્રાહકોને મંજૂર નહતું. 2010માં જ્યારે ટેસ્લાએ પોતાની પ્રથમ કારની જાહેરાત કરી ત્યારે આ કંપનીએ સમગ્ર અમેરિકામાં ચાર્જીંગ સ્ટેશન પણ શરૂ કરવાની જાહેરાત કરી હતી જે ઇલેક્ટ્રિક કારના ચાહકો માટે ખુશીના સમાચાર હતા.

2012માં જ્યારે ટેસ્લાએ પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર મોડલ S લોન્ચ કરી ત્યારે તેને દુનિયાભરનાં વિશ્લેષકોને અચંબામાં મૂકી દીધા હતા. થયું એવું હતું કે ટેસ્લાની પ્રથમ કાર ઘણી વખત સરકારી મજૂરી મેળવવામાં અસફળ રહી હતી જેના કારણે આ કંપનીની છબી પેહલાથી ખરડાઈ ગયેલી હતી પરંતુ જ્યારે મોડલ S લોન્ચ કરવામાં આવ્યું ત્યારે સૌ જોતા રહી ગયા હતા.2012માં આવેલી ટેસ્લાની મોડલ S એક અનોખી કાર હતી કારણકે આ કારમાં જરુર પડ્યે સાત મુસાફર બેસી શકતા હતા જેની સાથે સાથે આ કારમાં એન્જિન ન હોવાને કારણે ગ્રાહકોને આગળ અને પાછળ બંને તરફ ડેકી મળતી હતી. ટેસ્લા તરફથી તેની મોડલ Sની આગળની ડેકીને ફ્રન્ક/Frunk નામ આપવામાં આવ્યું હતું. ટેસ્લા મોડલ S કારમાં નીચની તરફ લિથિયમ પોલિમર બેટરી લાગેલી હતી અને પાછળના બે વ્હીલ વચ્ચે લાગેલી હતી આ કારની મોટર જે માત્ર 42 સેકંડમાં આ કારને 0થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપ આપતી હતી. આ કારની બેટરી એટલી સક્ષમ હતી કે તે સિંગલ ચાર્જમાં 300 માઈલ એટલે કે 500 કિ.મી. ચાલતી હતી. ટેસ્લા તરફથી તેની આ નવી કારમાં ઓટોમેટિક હેન્ડલ આપ્યા હતા જે ગાડીની નજીક જવા પર તેમાંથી બહાર નીકળતા અને ગાડીમાં બેસી ગયા બાદ દરવાજામાં એવી રીતે ફિટ થઈ જતાં કે જાણે હેન્ડલ છે જ નહીં! ટેસ્લા મોડલ Sમાં આ કંપની તરફથી ટચસ્ક્રીન ડિસ્પ્લે અને Google Maps જેવી પણ સુવિધાઓ આપવામા હતી જે તે સમયે ઘણી નોંધપાત્ર હતી.

ઇલેક્ટ્રિક કારનો મોડર્ન યુગ

ટેસ્લા મોડલ S ખરેખરમાં ઇલેક્ટ્રિક કારના મોડર્ન યુગની શરૂઆત હતી કેમ કે આ કાર આવ્યા બાદ ઘણી મોટી કંપનીએ ટેસ્લાને લાગતી વળગતી કાર બનાવવાની શરૂઆત કરી હતી. 2012 પછી તો દરેક ઓટોમોબાઇલ કંપની જાણો ઇલેક્ટ્રિક કાર બનાવવાની હરીફાઈમાં જોડાઈ ગઈ હતી જેનું પરિણામ આજે આપની સમક્ષ છે. આજે દુનિયાની લગભગ તમામ ઓટોમોબાઇલ કંપની ઇલેક્ટ્રિક અથવા સેમી ઇલેક્ટ્રિક કાર બનાવે છે અને તે સૌ એકા બીજા કરતા ચડિયાતી છે. આજે દુનિયાભરમાં વાર્ષિક 60 લાખ કરતાં પણ વધુ ઇલેક્ટ્રિક કારનું વેચાણ થાય છે જે કુલ વેચાણનું 7% ટકા છે. આ આંકડો જોકે વર્ષે વર્ષે વધી રહ્યો છે કારણકે પર્યાવરણ અને ખિસ્સા બંને પર ભારી ન પડે તેવો ટ્રાન્સપોર્ટ વિકલ્પ કોને પસંદ ન પડે. આજે ઇલેક્ટ્રિક કારને પ્લગ સાથે જોડીને અથવા ચાર્જીંગ સ્ટેશનમાં થી વીજળી લઈને ચાર્જ કરવામાં આવે છે જેનો વધુ સેહલો વિકલ્પ જોકે  ટૂંક સમયમાં આપણી સમક્ષ હશે. આ વિકલ્પ છે સોલાર પેનલ વાળી ઇલેક્ટ્રિક કાર. ઘણી ઓટોમોબાઇલ કંપની આ પ્રકારની કાર પર કામ કરી રહી છે અને જો તેમાં સફળતા મળી તો આવનારા સમયમાં એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર ઇલેક્ટ્રિક કાર રસ્તા પર દોડતી થશે. જોકે હાલ ઇલેક્ટ્રિક કારનો ભાવ તો હજી પણ વધુ જ છે પરંતુ જો આવનારા સમયમાં ગ્રાહકો દ્વારા ઇલેક્ટ્રિક કારમાં વધુ રસ લેવામાં આવ્યો તો તેમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.

Comments