Sector wise Budget 2020-21 / કોને શું મળ્યું ?

હેલ્થહેલ્થ

  • એરપોલ્યુશનથી થતા મૃત્યુ અને તેના ખતરાને ઘટાડવા માટે નવી વ્હીકલ સ્ક્રેપ પોલીસીની જાહેરાત કરવામાં આવી. પોલીસી મુજબ, 15 વર્ષથી વધુ જુના વહાનોને હટાવવામાં આવશે.
  • ICMR મુજબ દેશમાં 8 ટકા બીમારીઓ નું કારણ એરપોલ્યુશન છે. તેને રોકવા માટે ફિટનેસ સેન્ટર બનશે. વાહનોએ આ સેન્ટર્સ પરથી ફિટનેસ પ્રમાણ પત્ર લેવુ અનિવાર્ય છે. પોલ્યુશન રોકવા માટે 2217 કરોડ રૂપિયા ખર્ચ થશે.
  • હાલ દેશમાં કોરોનાની બે વેક્સિન છે. બીજી બે મેડ ઈન ઈન્ડિયા વેક્સિન આવશે. કોવિડ વેક્સિન તૈયાર કરવા માટે બજેટમાં 35 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
  • કોરોનામાંથી શીખ લઈને વાઈરસની સ્ટડી કરવા માટે દેશમાં 4 નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાઈરસ બનશે. જેથી ભવિષ્યમાં આવી મહામારીનો સામનો જોરદાર રીતે કરી શકાય.
  • ન્યૂટ્રીશિયન પર ભાર આપવામાં આવશે. મિશન પોષણ 2.0 શરૂ કરવામાં આવશે. વોટર સપ્લાય વધારવામાં આવશે.
  • શહેરી વિસ્તારમાં દરેક ઘર સુધી પાણી પહોંચાડવા માટે જળ જીવન મિશન શરૂ થશે. તેના માટે 2.86 કરોડ ઘરેલુ કનેક્શન આપવામાં આવશે. સાફ-સફાઈ માટે 1.41 લાખ કરોડ રૂપિયા 5 વર્ષમાં ખર્ચાશે.
  • નિમોકોક્કલ વેક્સિન સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવશે. તેમાં 50 હજાર બાળકોના દર વર્ષે જીવ બચાવવામાં આવશે.
  • શહેર અને ગ્રામીણ ક્ષેત્રના લોકોનું આરોગ્ય સારુ રહે તે માટે વેલનેસ સેન્ટર બનાવીશું. બજેટ મુજબ 17788 હજાર ગ્રામીણ અને 11024 હજાર વેલનેસ સેન્ટર શહેરમાં બનાવવામાં આવશે.
  • ગામના લોકોને સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા આપવા માટે 602 બ્લોકમાં ક્રિટિકલ કેર બનશે. આ સિવાય 75 હજાર હેલ્થ સેન્ટર અને 17 નવા પબ્લિક હેલ્થ યુનિટ શરૂ કરવામાં આવશે.
  • 64,180 કરોડ રૂપિયાના બજેટ સાથે વડાપ્રધાન આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના શરૂ થશે, આ જ બજેટમાં નવી બીમારીઓનો ઈલાજ કરવામાં આવશે.
  • ઈન્ટીગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પોર્ટલ શરૂ કરવામાં આવશે જેથી પબ્લિક હેલ્થ લેબ્સને કનેક્ટ કરાશે. 15 હેલ્થ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર્સ શરૂ કરવામાં આવશે.
  • મિશન પોષણ 2.0ની શરૂઆત થશે. તેમાં 112 જિલ્લા સામેલ થશે. આ પ્રોગ્રામ દ્વારા પોષણ અભિયાન ચાલશે અને કુપોષણને ઓછું કરવાની કોશિશ કરવામાં આવશે.
  • હેલ્થ સેક્ટર માટે બજેટમાં 2.23 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જે ગત વર્ષેના બજેટ(2020-21)થી 137 ટકા વધુ છે.
  • 602 જિલ્લામાં ક્રિટિકલ કેર હોસ્પિટલ શરૂ કરાશે. નેશનલ સેન્ટર ફોર ડિસીજ કંટ્રોલને મજબૂત કરવામાં આવશે.

ખેતીખેતી

  • ઘઉના ઉત્પાદન માટે ખેડૂતોને 75,060 કરોડ અપાશે. આનાથી 43.36 લાખ ખેડૂતોને લાભ મળશે
  • કપાસ ઉત્પાદન માટે ખેડૂતોને 25,974 કરોડ રૂપિયા અપાશે. આ આંકડો 2013-14માં 90 કરોડ રૂપિયા હતો
  • 2021-22માં એગ્રીકલ્ચર ક્રેડિટ ટાર્ગેટ 16.5 લાખ કરોડનો છે. ઓપરેશન ગ્રીન સ્કીમમાં ઝડપથી ખરાબ થનાર 22 પાકને સામેલ કરાશે.
  • એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સુધી APMCની પહોંચ હશે. કોચ્ચિ, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, પારાદીપ અને પેટુઆઘાટ જેવા શહેરોમાં 5 મોટા ફિશિંગ હાર્બર બનશે.
  • તમિલનાડુમાં મલ્ટીપર્પઝ સી-વિડ પાર્ક બનશે. એનિમલ હસ્બેન્ડ્રી, મત્સ્ય પાલનને પ્રોત્સાહન અપાશે.

રિયલ એસ્ટેટરિયલ એસ્ટેટ

  • દરેક લોકો માટે ઘર પ્રાયોરિટીમાં છે. હોમ લોન પર વ્યાજમાં 1.5 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. હવે અફોર્ડેબલ ઘર માટે વ્યાજમાં 1.5 લાખ રૂપિયાની એક્સ્ટ્રા છૂટ 31 માર્ચ 2022 સુધી રાખવામાં આવી છે.

સ્ટુડન્ટ/શિક્ષણસ્ટુડન્ટ/શિક્ષણ

  • NGO, રાજ્ય સરકારો અને પ્રાઈવેટ સેક્ટરની મદદથી 100 નવી સૈનિક સ્કુલોની શરૂઆત થશે. લદ્દાખમાં ઉચ્ચ શિક્ષણ માટે લેહમાં એક સેન્ટ્રલ યુનિવર્સિટી બનશે.
  • આદિવાસી ક્ષેત્રોના બાળકો માટે 750 એકલવ્ય મોડલ સ્કૂલમાં સુવિધાઓ વધારવામાં આવશે. તે માટેનો ખર્ચ 20 કરોડથી વધારીને 38 કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે.
  • આદિવાસી બાળકો માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ પણ લાવવામાં આવશે. જ્યારે અનુસુચિત જાતિના 4 કરોડ બાળકો માટે 6 વર્ષમાં 35219 કરોડ રૂપિયા ખર્ચાશે.
  • દેશમાં રિસર્ચની સીમા વધારવા માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન ઈન્સ્ટીટ્યુટ માટે 50 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી. આ સંપૂર્ણ રકમ 5 વર્ષમાં ખર્ચવામાં આવશે.
  • ભારત અને જાપાનની વચ્ચે સ્કિલ પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે, જેથી ભારતીય ત્યાંની ટેક્નિકલ સ્કિલ્સ શીખી શકે.
  • સંયુક્ત આરબ અમીરાતની સાથે મળીને ભારત સ્કિલ પ્રોગ્રામ ચલાવી રહ્યું છે, તેને આગળ વધારવામાં આવશે.
  • નેશનલ ટ્રાન્સલેશન મિશનની સ્થાપના થશે જેથી તમામ ભારતીય ભાષાઓનું નોલેજ ઉપલબ્ધ કરાવી શકાય.

વુમન/સિનિયર સિટિઝનવુમન/સિનિયર સિટિઝન

  • મહિલાઓને તમામ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી મળશે, નાઈટ શિફ્ટ માટે સુરક્ષા પણ અપાશે.
  • ઉજ્જવલા યોજના હેઠળ વધુ 1 કરોડ મહિલાઓ સુધી લાભ પહોંચાડાશે.
  • સોના-ચાંદી પર કસ્ટમ ડ્યૂટીને ઘટાડાઈ છે. આનાથી સોનું સસ્તુ થશે, મહિલાઓને લાભ થશે.
  • આસામ અને બંગાળની મહિલા ટી-વર્ક્સ અને તેમના બાળકો માટે 1000 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરાઈ છે.

ઈન્ડસ્ટ્રીઈન્ડસ્ટ્રી

  • રોજગારને પ્રોત્સાહન આપવા માટે MSME સેક્ટરને 15,700 કરોડ અપાશે. ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં રોજગારને પ્રોત્સાહન આપવા માટે મેગા ટેક્સટાઈલ પાર્ક સ્કીમ લવાશે. જેમાં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાશે. 3 વર્ષમાં આ પ્રકારના 7 પાર્ક બનાવાશે.
  • વોલેન્ટરી વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી લાવી રહ્યાં છે, જેથી જૂની ગાડીઓને હટાવાઈ શકાય. જેનાથી પ્રદુષણ ઓછું કરવામાં મદદ મળશે. ગાડીઓનો ફિટનેસ ટેસ્ટ થશે. પર્સનલ વ્હીકલ 20 વર્ષ પછી અને કોમર્શિયલ વ્હીકલ 15 વર્ષ પછી સ્ક્રેપ માટે જઈ શકશે.
  • હાઈડ્રોજન એનર્જી મિશન લોન્ચ. 2024 સુધી શિપ રિસાઈકલિંગને બમણું કરવાની યોજના. ગેસ ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્કમાં 100થી વધુ જિલ્લા સામેલ કરવાની યોજના. ઈન્સ્યોરન્સમાં નવા સેફગાર્ડ્સ સાથે 74% સુધી FDI વધશે.
  • પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોનેટાઈઝ કરવા પર ધ્યાન અપાશે. નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન લોન્ચ થશે. જેનું એક ડેશબોર્ડ બનશે.જેનાથી આમા થઈ રહેલી પ્રગતિને જોઈ શકાય.
  • એગ્રી ઈન્ફ્રા પર ડેવલપમેન્ટ સેસ લગાવાશે. વિદેશી મોબાઈ મોંઘા થશે તેની પર કસ્ટમ ડ્યૂટી વધીને 25% થઈ. અમુક ઓટો પાર્ટ્સ પર કસ્ટમ ડ્યૂટી વધીને 15% થઈ.

નોકરિયાતનોકરિયાત

  • દરેક લોકો માટે ઘર પ્રાયોરિટીમાં છે. હોમ લોન પર વ્યાજમાં 1.5 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. હવે અફોર્ડેબલ ઘર માટે વ્યાજમાં 1.5 લાખ રૂપિયાની એક્સ્ટ્રા છૂટ 31 માર્ચ 2022 સુધી રાખવામાં આવી છે.

રોજગારરોજગાર

  • રોજગારને લઈને બજેટમાં સીધી કોઈ જાહેરાત કરાઈ નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓની સંખ્યા વધારવા માટે પ્રોડક્શન હાઉસને ટેક્સ સ્લેબમાં થોડી રાહત અપાઈ છે.
  • ગત બજેટમાં પણ રોજગારને લઈને કોઈ મોટી જાહેરાત કરાઈ ન હતી.

Comments