જો આપણે કોઈ કંપની ની આર્થિક સધ્ધરતા જાણવી હોય તો તે કંપની નુ  Turn over, balance sheet કે Ravenue  જોઈશું.
બસ આ જ રીતે કોઈ પણ દેશની આર્થિક પરિસ્થીતી માપવી હોય તો G.D.P. દયાન માં રાખવામાં આવે છે. આ એક માપદંડ છે. તે આપણ ને કેવી રીતે અસર કરે છે?

 
ચાલો જાણીએ....

          G.D.P. નુ calculation NSO એટલે કે National statistics office  ,Ministry of statistics and program Implementation GDP DATA કરે છે.
 
       GDP નો સૌ પ્રથમ ઉપયોગ અમેરિકા ના અર્થશાસ્ત્રી  સાયમનૈ ૧૯૩૫-૪૪ દરમિયાન કર્યો. આ શબ્દ નો પરિચય કરાવનાર પણ સાયમન હતો.અમેરિકા ની સંસદમાં ૧૯૩૭ માં સાયમને એક બીલ રજુ કરાવ્યું. તેનું નામ નેશનલ ઈન્કમ ૧૯૨૯ -૧૯૩૫ હતું. આ પ્રસ્તાવ માં તેણે કહ્યું કે અમેરિકા ની અર્થવ્યવસ્થા માપવા માટે દેશમાં ઉત્પન્ન થતો માલ ,ખેતીની પેદાશ, સેવાઓ વિ. જેટલા ય ધટકો કામ કરી ઉત્પન્ન થતી વસ્તુ ની માર્કેટ કિંમત ની ગણતરી કરવામાં આવે.તે સમયે આ એક ક્રાંતિકારી વિચાર હતો. દેશની આર્થિક પરિસ્થિતિ માપવા આ એક સબળ પરિબળ હતું. આ વિચારધારા એટલી અસરકારક થતી ગઈ કે વિશ્વના દેશોએ ધીરે ધીરે અપનાવી લીધી. ભારતે ઈ.સ.૧૯૫૦ માં આ પધ્ધતિ અપનાવી લીધી.
 
           જે રીતે computer ની પોતાની શબ્દાવલી છે તે રીતે અર્થશાસ્ત્ર ની પોતાની શબ્દાવલી છે. તે સમજવી પડે. દા.ત.   GDP, GNP,  NNP, NDP,. NY etc.
 
           કોઈ દેશ કેટલો મજબૂત છે તે તેની લશ્કરી તાકાત ની સાથે સાથે અર્થ વ્યવસ્થા નક્કી કરે છે.કોઈ પણ દેશની આર્થિક સધ્ધરતા જોવા GDP જોવા મા આવે છે.
 
FORMULA FOR GDP.
GDP=C+I+G+(X-M)
 
Private consumptiin:   દેશ માં થતો તમામ ખર્ચા ગણવામાં આવે.
Gross Investment :દેશની કંપનીઓ નુ કુલ રોકાણ.
Govt. Investment & Spending : દેશની સરકાર દેશ માટે કેટલા નાણાં વાપરે છે અને કેટલું Investment કરે છે  તેને ગણવામાં આવે.
Import-Export :  તફાવત ગણવામાં આવે.
Export + (plus)  અને Import - (minus) થાય.
 
આ બધા નો જે આકડો આવ્યો તે GDP કહેવાય. GDP ને પાછલા વર્ષ ની સાથે સરખામણી કરતાં  જે આકડો આવે તે GDP growth  ની વઘગટ .

YEAR.                        GDP
2015-16.                      8.8%
2016-17.                      8.2%
2017-18.                      7.2%
2018-19.                      6.8%
2019-20.                      First quarter.....  5%
 
GDP  ઓછુ થઈ રહ્યુ છે.છેલ્લે GDP growth 5% છે. તો કારણ કયું ? . અને
GDP આપણને કેવી રીતે અસર કરે?
8.8% થી 5% સુધી ધટાડો થયો છે તો આનાથી આપણ ને શું ફરક પડે ?
             આપણા દેશ માં 8 core sector છે. નેચરલ ગેસ, રીફાઈનરી પ્રોડક્ટ, સીમેન્ટ, ઈલેક્ટ્રિસીટી, કોલસો, ફર્ટીલાઈઝર વિગેરે    GDP  આ સેક્ટર માં ૪૦% અસર કરે છે.  આ સેક્ટરના   ઉત્પાદન માં ધટાડો થતા  GDP  ધટી ગયું.
 
(૧) ઈન્ડસ્ટ્રીમાં જે ૧૨.૨% ગ્રોથ હતો તે૦.૬% થઈ ગયો.
(૨)એગ્રીકલ્ચર માં ૫.૭% થી ૨% ગ્રોથ ઓછો થયો.
(૩) કંસ્ટ્રકશન માં ૯.૪% થી ૫.૫% ગ્રોથ ઓછો થયો છે.
 
             મતલબ એ કે નવા બાધકામ ઓછા થયા.  જમીન ની માગ ઓછી થઈ. જે લોકોએ જમીન માં રોકાણ કર્યું છે તેમની જમીન ન વેચાતા  કિંમત ઓછી આવે.તેમની પાસે પૈસા ઓછા આવે એટલે ખર્ચ પણ ઓછો થાય.કંસ્ટ્રકશન સાથે જોડાયેલી ૨૫૦ ઈન્ડસ્ટ્રીમાં અસર થાય. ટ્રાન્સપોર્ટ ઓછું થાય. લેબર ને કામ ન મળે. આવક ન થતા ખરીદી પર અસર થાય. તેની અસર બજારમાં જોવા મળે.
આજ રીતે મેન્યુફેક્ચરિંગ ગ્રોથ ૧૨.૬% થી ૦.૬% થતાં Raw materials માં રોકાણ કરતાં વેપારીઓ ને ધંધો ઓછો મળશે. નવી ઈન્ડસ્ટ્રીઝ નહી ખુલે.  લોકોને નોકરી નહી મળે. દેશમાં બેરોજગાર નું પ્રમાણ વધે. જો આપણે આગળ આવવું હોય તો GDP GROWTH વધવો જોઈએ.

Comments