- ક્વૉરે્નટાઈન અને આઈસોલેશન શબ્દ સમજાવો.
ક્વૉરે્નટાઈન :
એટલે બીમારીઓ ને ફેલાતી અટકાવવા માટે બીમારી ધરાવતા વ્યક્તિ અથવા બીમારીનીશંકા ધરાવતા વ્યક્તિને બીજા લોકોથી અલગ રાખવામાં આવે છે.
ક્વૉરે્નટાઈન માં જવા નો મતલબ એ નથી કે એ વ્યક્તિને બીમારી છે જ તેમને બીમારી ન પણ હોઈ શકે પરંતુ એ વ્યક્તિ બીમારી ધરાવતા વ્યક્તિના સંપર્કમાં હોવાને કારણે તેમને બીમારી થવાની સંભાવના છે.
કોરોના ના લક્ષણ આવવા માટે 2 થી 14 દિવસનો સમય લાગે છે.
આ વોર્ડમાં દાખલ થનાર વ્યક્તિ ના રિપોર્ટ પેન્ડિંગ હોય છે
આઈસોલેશન :
એટલે કે તેમનો તે (COVID-19) બીમારી માટેનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે અને તેમના કારણે એ બીમારી બીજાને બીજા લોકોને ના થાય તે માટેની સાવધાની રાખવામાં આવે છે આ માટે આઇસોલેશન વોર્ડ ની સ્થાપના કરવામાં આવે છે
આ વોર્ડમાં દાખલ થનાર વ્યક્તિ માટે બીમારી નો રિપોર્ટ પોઝિટિવ આવેલો હોય છે.
આથી જ બોલિવૂડ ગાયક કલાકાર કર્ણીકા કપૂર નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા. જ્યારે તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને ક્વૉરે્નટાઈન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા.
Comments
Post a Comment